Veteran actor and director passes away at the age of 92

દિગ્ગજ અભિનેતા અને ડિરેક્ટરનું 92 વર્ષની વયે નિધન, 5 વખત નેશનલ એવોર્ડ પણ લઈ ચૂક્યા છે…

Breaking News

દોસ્તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દુખદ ખબર સામે આવી છે કે 2023 ના બીજા મહિનામાં તેલુગુ સિનેમાના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને અભિનેતા કે વિશ્વનાથનું 92 વર્ષની વયે નિધન થયું છે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઘણા સમયથી બીમાર હતા.

તેમના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર,વિશ્વનાથે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા તેઓ કાલતપસ્વી તરીકે પણ જાણીતા હતા. કે વિશ્વનાથના નિધનથી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે જુનિયર એનટીઆર સહિત દક્ષિણના ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

જણાવી દઈએ કે કે વિશ્વનાથ પાંચ વખત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા રહી ચૂક્યા છે જુનિયર NTR એ ટ્વિટ દ્વારા કે વિશ્વનાથને શ્રદ્ધાંજલિ આપી તેણે ટ્વીટ કર્યું જેણે તેલુગુ સિનેમાને દેશની બહાર લોકપ્રિય બનાવ્યું જેણે સાગર સંગમ અને શંકરભારનમ જેવી શાનદાર ફિલ્મો બનાવી. તેમનું અવસાન ન પુરી શકાય તેવી ખોટ છે.

મારા વિચારો તેમના પરિવાર સાથે છે અને ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવે પણ કે વિશ્વનાથના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમના ટ્વિટમાં કે ચંદ્રશેખર રાવે પીઢ ફિલ્મ નિર્માતાને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું તે એક એવા દિગ્દર્શક હતા જેમણે એક સરળ વાર્તા પણ બનાવીને તેમની પ્રતિભાને ફિલોસોફિકલ કવિતામાં ફેરવી દીધી.

વધુ વાંચો:મશહૂર સિંગર અનુ મલિકની દીકરી છે ગજબની સુંદર, તેની બોલ્ડનેસ આગળ મોટી મોટી અભિનેત્રીઓ પણ ફેલ છે…

સિલ્વર સ્ક્રીન કે વિશ્વનાથને વર્ષ 2016 માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે વર્ષ 1965માં ફિલ્મ આત્મા ગૌરવમથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી.

પોતાની કારકિર્દીમાં તેણે 50 થી વધુ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ઉપરાંત તેમને 1992માં પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા છે.આ સિવાય તેમને તેમની શાનદાર ફિલ્મો માટે 10 વખત ફિલ્મફેર એવોર્ડ 5 વખત નેશનલ એવોર્ડ અને પાંચ વખત નંદી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *