Virat Kohli suddenly returned to India during the test series against South Africa - know the reason

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટ કોહલી અચાનક ઘરે પાછો આવી ગયો, સામે આવી ચોંકાવનારી ખબર…

Sports

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકાથી અચાનક ભારત પાછો ફર્યો છે.

વિરાટ કોહલી પારિવારિક કટોકટીના કારણે ઘરે પરત ફર્યો છે સમાચાર એજન્સી પીટીઆઈએ આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની ઈન્ટ્રા-સ્કવોડમાં પણ ભાગ લઈ શકશે નહીં. જોકે, તે સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે રમાનાર પ્રથમ ટેસ્ટ મેચમાં રમતા જોવા મળશે.

વાસ્તવમાં, વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલી ત્રણ દિવસીય ઇન્ટ્રા ટીમમાં રમ્યો ન હતો, કારણ કે તેને પારિવારિક કટોકટીના કારણે ઘરે પરત ફરવું પડ્યું હતું. પીટીઆઈ સાથે વાત કરતા, બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું કે વિરાટ કોહલી સેન્ચુરિયનમાં 26 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે સમયસર પરત ફરશે.

વધુ વાંચો:એનિમલની અભિનેત્રી તૃપ્તિ ડિમરી આ હેન્ડસમ બોયને કરી રહી છે ડેટ, ફોટા થયા વાયરલ, જુઓ…

મોહમ્મદ શમી પહેલાથી જ ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ગયો છે.આપને જણાવી દઈએ કે ઝડપી બોલર મોહમ્મદ શમી પહેલા જ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ચૂક્યો છે. ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરનાર મોહમ્મદ શમી ફિટનેસના કારણે ટેસ્ટ સિરીઝ રમી શકશે નહીં.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *