What did Sant Bapu say for people who do not get married even at the age of 30-35

30-35 ઉંમરે પણ લગ્ન ન થતા લોકો માટે શું બોલ્યા સંત બાપુ, જાણવા જેવી વાત છે…

Breaking News

આજના મોડર્ન યુગમાં ટેકનોલોજી વધતા પ્રેમ લગ્નનું પ્રમાણ પણ દિવસે દિવસે વધી રહ્યું છે સાથો સાથ ઘણા લોકોના મોટી ઉંમર હોવા છતાં લગ્ન ન થવાની સમસ્યામાં પણ આજકાલ વધારો થયો છે.

જો કે આ સમસ્યા માટે સામાન્ય રીતે પ્રેમ લગ્ન અને સોશિયલ મીડિયા ને જવાબદાર ગણવામાં આવતા હોય છે. પરંતું હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક સંતે આ સમસ્યા પાછળ માં બાપની ઓછી ધાર્મિકતા અને ભુલાઈ રહેલા સંસ્કારો ને જવાબદાર ગણાવ્યા છે.

સામે આવેલા વીડિયોમાં સંતનું કહેવું છે કે દીકરીને ભણાવવાની સાથસાથ રસોઈ પણ શીખવવી જોઈએ.સાથે જ દીકરી ક્યા જાય છે તેની કાળજી માં એ અને દીકરો શું કરે છે તેની કાળજી પિતાએ લેવી જોઈએ.

વધુ વાંચો:જન્મદિવસ પર ખોટા તાયફા કરી ઉજવતા લોકો ચોંકી જજો, કાબરાઉ શ્રી સામંત બાપુએ કહી આ મોટી વાત…

સંત નું કહેવું છે કે આપણી સંસ્કૃતિ ભુલાવી પશ્ચિમી રંગે રંગવા ને કારણે આ તમામ સમસ્યા થઈ રહી છે.સ્ત્રીઓ આજકાલ ઝાંસી ની રાણી, મહાભારત કે રામાયણ ને બદલે કામ વિનાની સિરિયલ જોવે છે.જેથી સંતાનોમાં પણ એ જ સંસ્કાર આવે છે.

સાથે જ મોબાઈલ પર વધુ પડતાં ઉપયોગ અને નકામી વસ્તુ જોવાથી પણ સંસ્કારનું પતન થાય છે તેમને કહ્યું આજકાલ માં બાપ દીકરીઓને એકલવાયા પરિવારમાં પરણાવવા નો આગ્રહ રાખે છે.

આ આગ્રહ પણ ખોટો છે જેને કારણે દીકરી એકલી પડી જાય છે.આ સંતનું કહેવું છે કે કોઈ જાતિ નીચી ઊંચી જોઈ દીકરો ન લાવો પરંતું ઘર પરિવાર સાચવે તેવી દીકરી લાવવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *