ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) માટે 19 ડિસેમ્બરે દુબઈમાં મિની હરાજીમાં પ્રથમ વખત મહિલા હરાજી કરનાર ખેલાડીઓ માટે બોલી લગાવતી જોવા મળે છે. આ મહિલાનું નામ મલ્લિકા સાગર છે. મલ્લિકા વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સીઝનની તાજેતરમાં યોજાયેલી હરાજીમાં પણ હરાજી કરનાર હતી.
આજ સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં એવું બન્યું નથી કે કોઈ મહિલાએ ખેલાડીઓ માટે બોલી લગાવી હોય, પરંતુ આજે આઈપીએલ 2024ની સીઝન માટે પહેલીવાર એવું બન્યું છે. આ હરાજીમાં બધાની નજર આ લેડી સામે હતી. તો આજે તમને આ પોસ્ટમાં તે લેડી વિષે જણાવીશું.
48 વર્ષીય મલ્લિકા સાગરને વિવિધ ક્ષેત્રનો 25 વર્ષથી વધુનો અનુભવ છે આ પહેલીવાર છે જ્યારે તે IPLની હરાજીમાં ભાગ લઈ રહી છે. મલ્લિકા સાગરે ફિલાડેલ્ફિયાની બ્રાયન મોર કોલેજમાં આર્ટ હિસ્ટ્રીમાં પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું.
વધુ વાંચો:જેઠાલાલનાં રિયલ લાઈફ પુત્રએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, જાણો કોણ છે દિલીપ જોશીની પુત્રવધૂ ઉન્નતિ…
મલ્લિકાની કારકિર્દીની શરૂઆત અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એક આંતરરાષ્ટ્રીય હરાજી ગૃહ ક્રિસ્ટીઝથી થઈ હતી. તે બ્રાન્ડની પ્રથમ ભારતીય મહિલા હરાજી કરનાર બની હતી.
ફોટો ક્રેડિટ:ગૂગલ
આ પહેલીવાર નથી જ્યારે તેણે સ્પોર્ટ્સ ઓક્શનમાં ભાગ લીધો હોય. તેણે વર્ષ 2021માં પ્રો કબડ્ડી લીગ માટે પ્રથમ મહિલા હરાજી બનીને ઈતિહાસ રચ્યો હતો અને તેની કુશળતાએ તેને મહિલા પ્રીમિયર લીગ દરમિયાન ઘણી પ્રશંસા મેળવવામાં મદદ કરી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.