જીવન જીવતા લોકોને હરવા-ફરવાની બધી જ છૂટ ન મળે તો લોકો કેદીના જેમ જીવન જીવવા મજબૂર બની જાય છે. ત્યારે મિત્રો એક દાદા પોતાનું જીવન કેદીની જેમ જીવી રહ્યા છે, કારણ કે તેમના દીકરાએ અને પુત્રવધૂએ ઘરમાં પૂરી કામે કાં કોઈ પણ જગ્યાએ જતા રહે છે.
ત્યારે વિચારો કે આપણે ખાલી એક દિવસ જ ઘરમાં પૂરીને રાખે તો આપણું જીવન કેટલું મુશ્કેલ ભર્યું બની જાય છે તો આ દાદાને રોજ પૂરી દેવામાં આવે છે આવી જ હાલતમાં તેઓ ઘણાં મહિનાઓથી રહી રહ્યાં છે.
ત્યારે આ દાદાને જોઈને સમાજ સેવક એવા તરૂનભાઈએ તેમને ઘરથી બહાર લાવ્યાં હતાં અને દાદાની બધી વાતો સાંભળી હતી તો એવી એવી વાતોનો ખુલાસો કર્યો કે જાણીને તમે પણ ભાવુક થઈ જશો. તો ચાલો આજે જાણીશું કે દાદા કેટલા સમયથી તેઓ આવી હાલતમાં રહી રહ્યાં છે.
ઘરની ચાર દિવાલ અંદર રહેતા દાદાની વેદના જાણીને તમે પણ ભાવુક થઈ જશો, દાદાએ બારી પરથી તરૂનભાઈને જણાવ્યું કે મારો દીકરો અને પુત્રવૂધ મને ઘરની અંદર જ પૂરીને જતા રહ્યાં છે તેઓ મારી સાથે આવો વ્યવહાર કરી રહ્યાં છે. ત્યારબાદ તરૂનભાઈએ દાદાને કહ્યું તમારો દીકરો જ તમારી સાથે આવું કરે આ યોગ્ય ન કહેવાય.
તમારા દીકરાને જન્મ આપ્યો તમે મોટો કર્યો અને તમારો જ દુશ્મન બન્યો છે, આ બહુ જ દુખદ વાત છે. તો દાદા જણાવે છે કે મારો દીકરો મારા જીવનની મુશ્કેલીનું કારણ બન્યો છે. દાદાની વેદના જણાવતા પાડોશી લોકો કહે છે કે તેનો દીકરો જમવાનું પણ નથી આપતો, પાડોશી લોકો જમાવાનું આપી જાય તો જમે છે, દાદા પાંચ રૂપિયા માંગે તો પણ તેને નથી આપતા અને સામે મારવાની કોશિશ કરે છે.
વધુ વાંચો:બૉલીવુડ કપલ કેટરિના કૈફ-વિકી કૌશલનું લગ્ન જીવન મુશ્કેલીમાં, આ છે વાયરલ ટ્વીટ પાછળનું સત્ય…
જીવનના અંતિમ તબક્કામાં દાદા સાથે તેના સગા દીકરો એવું એવું વર્તન કરતો કે જાણીને તમને પણ ગુસ્સો આવી જાય. એક ઓરડાની અંદર રહેતા દાદાને તેનો દીકરો ઢોરની જેમ લોખંડના દંડા વડે માર મારતો હતો.
આવી હાલતમાં રહેતા હોવાથી દાદા પોતાની જીવનથી કંટાળી ગયાં હતાં તેમ જણાવતા દાદા કહે છે કે તરૂનભાઈ તમે ના આવ્યાં હોત તો હવે હું ખુદખુશી જ કરવાનું વિચારી રહ્યો હતો કારણ કે મને ઘરની ચાર દિવાલની અંદર રહેવું ગમતું ન હતું જેથી હું સાવ નિરાશ થઈ ચૂક્યો હતો જેથી હું આ અંતિમ પગલ ભરવાનો હતો, ત્યાં જ તમે આવી ગયાં તો મને એક નવું જીવન જીવવાનો મોકો મળ્યો છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.