આજે અમે આપને ગુજરાતના અવનવા ગામડા ના નામ વિશે જણાવીશું અમુક ગામ ના નામ લેતા પણ લોકો શરમાઈ જાય છે. સૌથી પહેલા વાત કરીએ તો માંડવી તાલુકામાં આવેલ ગામનું નામ ‘ચૂડેલ’ રાખવામાં આવેલું છે.
આ ગામનું નામ બદલવા માટે ત્યાંના સાંસદ પ્રભુ વસાવાએ જિલ્લા પંચાયતમાં દરખાસ્ત પણ મોકલી હતી. ચૂડેલ ગ્રામ પંચાયતે આ ગામનું નામ ચંદનપુર કરવાની દરખાસ્ત કરી હતી. જ્યારે ગુરૂવાર જિલ્લા કક્ષાની જિલ્લા પંચાયત મળી હતી, જે સભામાં ચૂડેલ ગામનું નામ ચંદનપુર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે
આજે અમે આપને ગુજરાતમાં આવેલ ગામોના નામ વિશે જણાવશુ.જે સાંભળી વિચાર આવે કે આવા પણ નામ વળી હોતા હશે. દાખલા તરીકે સિંગાપુર, શ્રીનગર, આલુ, ભીંડી, રાવલ, ગાંઠિયા, કૂકડી, ખાખરા, હાથી, માસા, મહાભારત, રામાયણ.
આવા અજીબ નામો વાળા ગામ ગુજરાત રાજ્યમાં આવેલા છે. સૌથી ખાસ વાત એ છે કે, ગુજરાતમાં એક જ જેવા નામના 55 નવાગામ, 39 રામપુરા, 35 કોટડા ગામ આવેલા છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં આવેલા જસદણ નજીક અજમેર, કેશોદ પાસે આવેલું ચંદીગઢ, ઝઘડિયા પાસે ઈન્દોર, પોરબંદર પાસે, શ્રીનગર, જામનગરમાં બેરાજા, ગોંડલ પાસે બાંદરા જેવા ગામોના નામ મોટા અને પ્રસિદ્ધ શહેરોના નામ જેવા છે. ગુજરાતમાં શાકભાજી અને કઠોળના નામ પરથી પણ ગામોના નામ પાડવામાં આવેલા છે.
વધુ વાંચો:લગ્ન બાદ સની દેઓલનો પુત્ર કરણ દેઓલ પત્ની દ્રીશા સાથે ખૂબસૂરત ખીણમાં હનીમૂન મનાવતા જોવા મળ્યા, ફોટા થયા વાયરલ…
ખેડબ્રહ્મા પાસે તુવેર, વઢવાણા પાસે રઈ, દરસ્ક્રોઈ પાસે ભાત, નખત્રાણા પાસે તલ, ધારી પાસે જીરા, નાંદોદ પાસે ગુવાર, ખંભાળિયા પાસે ભીંડી.જમવાની વાનગીઓ પરથી નામ રાખવામાં આવ્યા છે, જેમ કે, દ્વારકા નજીક બળદિયા અને લાડવા, ભૂજ પાસે ઢોંસા, ધ્રોલ પાસે ખાખરા, છોટાઉદેપુર પાસે ગાંઠિયા, માણાવદર પાસે શેરડી અને જેતપુર પાસે કાંદા ગામ આવેલું છે.હવે વિચારો કે, આવા ગામડાનું નામ લેવું પણ ક્યારેક શરમ જનક લાગે. આતો કંઈ જ નથી ભારતના અન્ય રાજ્યમાં આવેલા ગામોના નામ પણ શરમજનક છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.