આજના મોર્ડન યુગમાં જ્યાં યુવાનો મોબાઈલ ન મળવાને કારણે કે ઘરમાં ઝઘડા થવાને કારણે કે પ્રેમમાં દગો મળવાને કારણે ખુદખુશી કરી લેતા હોય છે એવામાં સૌરાષ્ટ્રમાં એક એવી દીકરીનો કિસ્સો સામે આવ્યો છે જેને પોતાનું બાળક પોતાના બે પગ તેમજ એક હાથ અને બીજા હાથની આંગળીઓ ગુમાવી દેવા છતાં હિંમત નથી હારી. તમને જણાવી દઈએ કે આ સ્ટોરી એક બે વર્ષ જૂની છે તમે જાણી હોય પણ અમે તમને ફરીથી તાજી કરવી એ.
મળતી માહિતી અનુસાર મૂળ સાવરકુંડલા ની રહેવાસી ધારાએ વિદેશમાં રહેતા સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યા હતા લગ્ન બાદ ધારા ગુજરાત થી અમેરિકાના ડેલાસ માં આવી હતી.
ધારાનું લગ્ન જીવન ખુશીમાં વીતતું હતું.વર્ષ ૨૦૧૬માં તેના ઘરમાં એક બાળકનું આગમન થવાની ખુશી પણ આવી હતી પરંતુ કહેવાય છે ને કે ક્યારેક આપણું સુખ જ દુઃખમાં પલટાઈ જતું હોય છે.
આવુ જ કઈ થયું ધારા સાથે એક દીકરાને જન્મ આપ્યા બાદ ધારાના જીવને એવો વળાંક લીધો કે તેનું અસ્તિત્વ જ બદલાઈ ગયું દીકરાના જન્મ સમયે ધારાનું બ્લડ વધારે પ્રમાણમાં વહી ગયું હોવાથી ધારાનું હૃદય થોડા સમય માટે બંધ થઈ ગયું હતું.
વધુ વાંચો:Independence Day 2023: ભારત સિવાય કયા દેશો 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે ! જાણો…
જો કે સારવાર થી ડોકટર હૃદય શરૂ કર્યું તો ધારા કોમામાં સરી પડી એટલું જ નહિ ધારાને ગેગરીન થઈ ગયું જે બાદ તેના બે પગ એક હાથ અને બીજા હાથની પાંચ આંગળીઓ કાપવી પડી હતી સાથે જ તેની ગર્ભાશય ની કોથળી પણ નીકળી દેવી પડી હતી.
જો કે આટલું ઓછું હોય તેમ ધારા માંડ સારવાર બાદ ઘરે આવી તો થોડા જ દિવસોમાં ગંભીર બીમારીને કારણે ધારાના નવજાત દીકરાએ પણ મોતને વહાલું કર્યું હતું જો કે આ તમામ મુસીબતો બાદ પણ ધારા હિંમત ન હારી હાલમાં તે કુત્રિમ પગ પહેરી ઘરના કામ કરે છે સાથે જ આવનાર સમયમાં લંડનમાં યોજાનાર મેરેથોનમાં પણ ભાગ લેવાની છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.