હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે જેને લઈ ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં એક માહિતી સામે આવી છે કે સુરત શહેરમાં સોનાના વરખથી 6 ફુટ ઊંચું ગોલ્ડ શિવલિંગ બનાવવામાં આવ્યું છે દેશમાં પહેલીવાર કોઈ માટીના શિવલિંગને 250 ગ્રામ જેવા ગોલ્ડ વર્કથી સજાવવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ સુરતના સીટી લાઈટ એરિયામાં આ શિવલિંગ જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવશે અને 11 દિવસ સુધી તેની પૂજા અર્ચના થશે. આયોજકે જણાવ્યું હતું શિવલિંગના ખાસ વાત તેને ૧૧ પવિત્ર નદીઓમાંથી તૈયાર કરાવામાં આવ્યું છે.
આ શિવલિંગ માટે રાજસ્થાન જયપુરથી કારીગરો બોલાવાયા હતા આ શિવલિંગમાં લગભગ 200 કિલો માટી વાપરવામાં આવી છે અને કારીગરોએ 11 રાજ્યોની નદીઓની માટીથી આ શિવલિંગ તૈયાર કર્યું છે એટલું જ નહીં મુંબઈથી 24 કેરેટ ગોલ્ડના વરખ લાવી આ શિવલિંગ તૈયાર કરાવાયું છે.
વધુ વાંચો:ગરમીના ‘બફારા’ વચ્ચે વરસાદને લઈને અંબાલાલ પટેલની નક્કોર આગાહી, આગામી 72 કલાકમાં, જુઓ Video…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.