સાળંગપુર ભીંતચિત્રો વિવાદ હજું હમણાંજ પૂરો થયો છે ત્યાં બીજો વિવાદ ઉભો થયો હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતના જાણીતા લોક કલાકાર માયાભાઈ આહિર અને લોકગાયક કિર્તિદાન ગઢવી વિરુદ્ધ અમદાવાદમાં અશોક વાઘેલા નામના વ્યક્તિ એ દેવી દેવતાઓના અપમાનને લઈને પોલીસમાં અરજી કરવામાં આવી છે.
મળતી આ બન્ને લોક કલાકાર વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે. જેમાં જાણવા મળ્યું છે કે માયાભાઈ આહિરે ભગવાન શિવ અને દ્વારકાધીશનું અપમાન કર્યું અને કીર્તિદાન ગઢવી જાહેરમાં હસી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.
મળતી માહિતી મુજબ અશોક વાઘેલા નામના વ્યક્તિ એ પોતાની અરજીમાં જણાવ્યું છે કે મોબાઈલમાં ફેસબુક પર અપના અડ્ડા નામના ગ્રુપમાં રિલ્સ જોતાં જોતા તેમાં લોકકલાકાર માયાભાઈ આહીર દ્વારા હિન્દુ ધર્મના દેવી-દેવતાઓનું અપમાન જોવા મળ્યું હતું એવું કહેવું છે.
વધુ વાંચો:કચરામાં પડેલી પિતાની 60 વર્ષ જૂની બેંક પાસબુકે દીકરાની કિસ્મત બદલી, આંખના એક જબકારે બનાવી દીધો કરોડપતિ, જાણો સમગ્ર ઘટના…
માયાભાઈ આહીર સ્ટેજ પરથી ભગવાન શિવ વિશે અપમાનજનક શબ્દોનો વાપરી જાહેરમાં જોક્સ કહી રહ્યા હતા ત્યારે બાજુમાં બેઠેલા ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પોતે પણ જાહેરમાં ખડખડાટ હસી રહ્યા છે જાહેરમાં આવું કરતાં સ્ટેજ ઉપર ભગવાન શિવનું અપમાન કરાતા હોય એવું લાગ્યું હતું.
અશોક વાઘેલાએ આ બંને કલાકારો સામે ધાર્મિક લાગણીઓ દુભાવવાની કલમો હેઠળ અરજી કરી છે. હવે જોવાનું એ છે કે પોલીસ આ અરજીને લઈને આગળ કાર્યવાહી કરે છે કે નહીં.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.