હાલમાં સાળંગપુર ભીંતચિત્રો વિવાદ શાંત પડ્યો છે હવે એવામાં અવિચલદાસ મહારાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયની તરફેણ કરવામાં આવતા કેટલાક સાધું સંતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સાધુ-સંતો અવિચલદાસ મહારાજની સામે વિરોધ નોંધાવ્યો છે જે સમગ્ર મામલે હર્ષદભારતી બાપુનું આકરુ નિવેદન સામે આવ્યું છે.
હર્ષદભારતી બાપુએ કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સામે સમાધાનનો પ્રયત્ન ન કરો અને આંદોલન અમે સાધુ સંતોએ શરૂ કર્યું છે. આગળ વધુમાં કહ્યું જ્યાં સુધી માંગ નહી સંતોષાય ત્યાં સુધી સમાધાન નહી આવે.
તમે સાધુ સંતોના કોઈ પ્રતિનિધિ નથી. સાહિત્યમાંથી વિવાદાસ્પદ લખાણ દૂર નહી થાય ત્યાં સુધી સમાધાન નહી. જણાવી દઈએ કે અમદાવાદમાં અવિચલદાસ મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયની તરફેણમાં નિવેદન આપ્યું હતું.
અવિચલદાસ મહારાજે કહ્યું કે દરેક સપ્રદાયમાં એક સમરસતા અને સદભાવના ઉભી થાય તેની વાત કરાઈ છે. અખિલ સંત સમિતીમાં લગભગ 120 જેવા દેશભરના સપ્રદાયો જોડાયા છે ત્યારે ભારતમાં સંતો માટે જો કોઈ મોટામાં મોટુ સંત સંગઠન હોય તો તે અખિલ ભારતીય સંત સમિતિ છે.
વધુમાં તેમણે કહ્યું કે, સનાતનમાં આપણી જે પરંપરા છે તેમજ મૂળભૂત સિદ્ધાતો છે, જેની રક્ષા કરવી તે તમામ સંપ્રદાયોના સંતોનું કર્તવ્ય છે વધુમાં કહ્યું કે, અમે કોઈની કાઢતી કરવા માગતા નથી,એ પણ હિન્દુ તો છે.