હાલ દેશમાં ચાલતા પ્રદૂષણોને ઘટાડવાના ખાસ પ્રયત્નો ચાલી રહ્યા છે એવામાં હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાતના અમદાવાદ શહેરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો સામનો કરવા માટે એક મોટી પહેલ કરી છે અમદાવાદ શહેરમાં પ્લાસ્ટિકના પ્રદૂષણને રોકવા માટે AMC એ ઘર દીઠ 2 કાપડની થેલીઓ આપશે.
આ મહત્વના નિર્ણયથી પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટશે શહેરમાં પ્લાસ્ટિકના પ્રદૂષણને નિવારવા માટે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે અમદાવાદના લોકોને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરમાં રોજેરોજ વધતા પ્લાસ્ટિકના કચરાથી થતા પ્રદૂષણને રોકવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ હવે અમદાવાદના લોકોને કાપડની થેલીઓ આપવામાં આવશે. જોકે, આ બાબત હજુ સ્ટેન્ડિંગ કમિટીમાં વિચારણા હેઠળ છે અને અમદાવાદ મ્યુનિસિપલ હેલ્થ કમિટીએ આ બાબતે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
વધુ વાંચો:બાગેશ્વર બાબા અંબાજીમાં માર્બલની ખાણોમાંથી પથ્થર કેવી રીતે નીકળે છે તે જોવા પહોંચ્યા, જુઓ તસવીરો…
આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના 16 લાખ ઘરોમાં કાપડની થેલીઓનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે દરેક ઘરને 2 બેગ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપાલિટીની આ પહેલ દ્વારા શહેરને કચરા મુક્ત અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પહેલ પાછળનો વિચાર એ છે કે આ કાપડની થેલીનો ઉપયોગ અમદાવાદીઓ જ્યારે પણ ખરીદી કરવા જશે, ખાસ કરીને શાકભાજી કે રોજીંદી કરિયાણાની ખરીદી માટે કરશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.