ઉત્તરાખંડના ગંગોત્રી ધામથી તીર્થયાત્રીઓને લઈને ગુજરાત જઈ રહેલી બસ ઉત્તરકાશી જિલ્લાના ગંગનાની પાસે બેકાબૂ થઈને ખાડામાં પડી ગઈ હતી, જેમાં સાત લોકોના ઘટનાસ્થળે જ અવસાન થયા હતા જ્યારે 28 લોકો ઘાયલ થયા હતા.
પોલીસે જણાવ્યું કે આ ઘટના રવિવારે બની હતી. ઉત્તરકાશીના પોલીસ અધિક્ષક અર્પણ યદુવંશીએ ફોન પર જણાવ્યું કે ભટવાડી તહસીલના ઋષિકેશ-ગંગોત્રી નેશનલ હાઈવે પર સાંજે લગભગ 4.15 વાગ્યે આ અકસ્માત થયો હતો.
પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં સાત શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ અવસાન થયા હતા. નિધન પામેલા તમામ લોકો ગુજરાતના ભાવનગર જિલ્લાના રહેવાસી હતા. તેમણે જણાવ્યું કે અકસ્માત સમયે બસમાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત 35 લોકો સવાર હતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલ થયેલા તમામ યાત્રાળુઓ ગુજરાતના ભાવનગર અને સુરત જિલ્લાના રહેવાસી છે.
વધુ વાંચો:ૐ શાંતિ: લદ્દાખમાં ભારતીય સેનાનું વાહન પડ્યું ખાઈમાં, એકે સાથે 9 જવાનો વીર ગતિએ પ્રાપ્ત થયા…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.