હાલમાં આપણે એક એવી મહાન ખેડૂતની દીકરી વિષે વાત કરવાના છીએ કે જેને આજે પોતાના માતા પિતાનું નામ રોશન કરો દીધું છે તો ચાલો આપણે આગળ તેના વિષે જાણીએ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કિમોજ ગામની ઉર્વશી દુબે પાયલોટ બની છે.
ઉર્વશી દુબે નાનપણમાં રાત્રે બહાર સૂઈને આકાશમાં વિમાન ઉડતુ જોઈને તેની માતાને કહેતી કે મમ્મી હું પણ એક દિવસ વિમાન આકાશમાં ઉડાવીશ. ઉર્વશીએ આજે પાયલોટ બની પોતાનું સ્વપ્નુ સાકાર કર્યું છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના છેવાડાના કિમોજ ગામમાં ખેડૂત અશોક દુબેના ઘરે ઉર્વશીનો જન્મ થયો હતો.
ખેડૂત પરિવાર માંથી આવતી ઉર્વશીને નાનપણથી જ પાયલોટ બનવાની ઈચ્છા હતી. અથાગ મહેનતના કારણે એમના પિતાએ આખરે ઉર્વશીને પાયલટ બનાવી છે. ઉર્વશીના પ્રબળ ઈચ્છા જોઈને પિતાએ પણ સારો સપોર્ટ કર્યો હતો. ઉર્વશીએ કિમોજની ગુજરાતી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું.
ઉર્વશીનાં પિતા અને તેના કાકા પપ્પુ દુબેએ ખર્ચ ઉપાડવાનું નક્કી કર્યું હતું. કોરોના કાળ દરમિયાન એમના કાકાનું મૃત્યુ થતાં ઉર્વશીના અભ્યાસમાં મુશ્કેલી ઊભી થઈ હતી.બાદ પાયલોટ બનવા માટે શું જરૂરી છે તે સમજી આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો. ઉર્વશીએ ઇન્દોરમાં એડમિશન મેળવ્યું હતું.
વધુ વાંચો:કથાકાર જીગ્નેશદાદા ગુજરાતના મૂળ આ ગામના વતની છે, જાણો તેમનું જીવન અને પરીવાર સાથે ની સુંદર તસ્વીર…
ઉર્વશી અને એમના પિતાએ બેન્કોમાં પણ લોન માટે આટા-ફેરા કરીને પણ દીકરીને પાયલોટ બનાવી છે. પિતાના દ્રઢ નિર્ણય અને ઉર્વશીના અથાગ પરિશ્રમના કારણે એમના પિતાએ આખરે ઉર્વશીને પાયલટ બનાવી છે. 15 જાન્યુઆરીએ ઉર્વશી દુબેને પાયલોટનું લાયસન્સ મળ્યું છે.
માત્ર 22 વર્ષની વયે ઉર્વશીએ પાયલોટ બની જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ઉર્વશીનો ધ્યેય ભવિષ્યમાં બોઇંગ 777 એરક્રાફ્ટ કમાન્ડર બનવાનો છે. હાલના ખરેખર આ પુત્રીને સો સલામ છે કારણકે તેના હાલમાં પોતાના માતા પિતાના સપનાને પૂરું કર્યું છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.