હાલમાં સુરતના એક ગામમાંથી અદભૂત સમાચાર સામે આવ્યા છે મળતી માહિતી મુજબ સુરતના મોર-ભગવા ગામમાં દરિયા કાંઠે વધુ એકવાર મોટી દરિયાય જીવ તણાઈ આવ્યું છે.વિશાળ વ્હેલ દરિયા કાંઠે તણાય આવતા લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી. જોકે દરિયા કાંઠે કીચડ ફસાયેલ વ્હેલ બચાવવા ગ્રામજનોએ તેમજ વન વિભાગની ટિમ દ્વારા ભારે મેહનત કરવી પડી હતી.
ગુજરાતનો દરિયો કિનારો ખુબજ વિશાળ છે અને આજ દરિયામાં અલગ અલગ પ્રકારનો દરિયાઈ જીવો પણ મળી આવે છે થોડા વર્ષો અગાઉ ઓલપાડના દરિયા કિનારે ખાડી વિસ્તારમાં ડોલ્ફિન માછલીઓ કુંડાકા મારતી જોવા મળી હતી અને તેને જોવા માટે ગ્રામજનો ઉમટી પડ્યા હતા.
ત્યારે હાલ ઓલપાડના મોર-ભગવા ગામના દરિયા કિનારે એક ૨૦ ફૂટ જેટલી લાંબી વ્હેલ તણાઈ આવી હતી. માછીમારોની નજર સૌથી પહેલા તેના પર પડી હતી ત્યારે માછીમારો દ્વારા ગ્રામજનોને જાણ કરવામાં આવી હતી.
વધુ વાંચો:જે ઘરમાં સુશાંત સિંહે ખુદખુશી કરી હતી તે ઘર આ ફેમસ અભિનેત્રી એ ખરીદી લીધું, જુઓ કોણ છે…
લોકોએ જોયું તો દરિયા કાંઠે કીચડમાં વ્હેલ માછલી ફસાઈ હતી તે શ્વાસ લઈ રહી હોવાથી લોકોને હાશકારો થયો હતો તેથી તેન બચાવવા માટે લોકોએ વ્હેલ માછલીને દરિયાનું પાણી પીવડાવયુ હતું. તેમજ તેના ઉપર પાણીનો છંટકાવ કરી ગ્રામજનો તેને બચાવવા ભારે મહેનત કરી હતી.
આ પછી વન વિભાગની ટિમ દ્વારા સ્થળ પર પહોંચી જરૂરી શિકાયત જોકે વન વિભાગ તેમજ ગ્રામજનો દ્વારા વ્હેલ માછલીને બચાવવા કલાકો સુધી મથામણ કરવી પડી હતી.હાથ ધરવામાં આવી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.