એકબાજુ સાળંગપુર ભીંત ચિત્રોનો વિવાદ માંડ માંડ શાંત પડ્યો છે ને હવે બીજી બાજુ વધુ એક ધાર્મિક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંતનો વીડિયો વાયરલ થતાં મામલો આગની જેમ ફેલાઈ રહ્યો છે.
વાત એમ છે કે સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કરતા અનેક સમાજમાં ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. જે સમગ્ર બાબતને લઈ ફરી એક વાર સનાતન અને સપ્રદાય વચ્ચેનો વિવાદ ચાલું થયો છે.
વાયરલ વીડિયોમાં બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહી રહ્યાં છે કે સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે બ્રહ્મસ્વરુપ સ્વામીએ જણાવ્યું કે ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચોવ્યું હતું.
બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું કે જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે પણ હવે આપણા ભગત જેવા થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે બ્રહ્મસ્વરૂપ સ્વામીએ વધુમાં મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે આ અમારા કુળદેવી છે.
વધુ વાંચો:અમીષા પટેલ ઉર્ફે ‘સકિના’ એ ગદર 3માં કામ કરવાની ના પાડી, કારણ જાણીને તમે પણ ચોંકી જશો…
ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા ખોડિયાર માતા અંગે આવા વિવાદિત નિવેદન કરનારા બ્રહ્મસ્વરૂપ સ્વામી ભૂગર્ભમાં ઉતર્યા હોય એ રીતે ગાયબ થઈ ગયા છે નિવેદન બાદ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પોતાને એક રૂમમાં બંધ કર્યા છે. વિડીયો જોવાની લિન્ક નીચે છે.
https://www.facebook.com/vtvgujarati/videos/960305731720577/?ref=embed_video&t=0
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.