એશિયા કપ 2023ના સુપર 4 મુકાબલામાં એક મેચ મંગળવારે કોલંબોના સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન અને વર્તમાન કેપ્ટન રોહિત શર્માએ ODI ક્રિકેટમાં એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. રોહિત શર્મા એ ODI ક્રિકેટમાં 10,000 રન પૂરા કરીને ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે.
મેચ વિશે વધુ વાત કરીએ તો, ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી ભારતે શુભમન ગિલ (19)ના રૂપમાં એક વિકેટ ગુમાવીને 13 ઓવરમાં 90 રન બનાવી લીધા છે. આ દરમિયાન કેપ્ટન અને ઓપનર રોહિત શર્મા 46 બોલમાં 52 રન અને વિરાટ કોહલી 7 બોલમાં 3 રન બનાવીને અણનમ રહ્યો હતો.
રોહિત શર્માએ આ મેચમાં પણ ખૂબ જ સારી બેટિંગની શરૂઆત કરી છે. તેણે ઇનિંગની 7મી ઓવરના 5માં બોલ પર કાસુન રાજીથા સામે સિક્સર ફટકારીને ODI ક્રિકેટમાં 10,000 રન પૂરા કર્યા. આ મેચ પહેલા તેને આ આંકડાને સ્પર્શવા માટે 22 રનની જરૂર હતી. હવે તે ODI ક્રિકેટમાં 10,000 રન પૂરા કરનાર છઠ્ઠો ભારતીય બેટ્સમેન બની ગયો છે.
વધુ વાંચો:લગ્ન માટે પાર્ટનર શોધી રહી છે ગોવિંદાની ભત્રીજી, પરંતુ દુલ્હો મળી રહ્યો નથી, તો તેની માં એ કર્યો આવો જુગાડ…
ODI ક્રિકેટમાં 10,000 થી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેનોની યાદી પર નજર કરીએ તો સચિન તેંડુલકરનું નામ સૌથી ઉપર છે. વનડે ક્રિકેટમાં સચિનના નામે 18,426 રન છે. તેના પછી બીજા સ્થાને વિરાટ કોહલી (13,024 રન), ત્રીજા સ્થાને સૌરવ ગાંગુલી (11,363 રન), ચોથા સ્થાને રાહુલ દ્રવિડ (10,889 રન) અને 5માં સ્થાન પર એમએસ ધોની (10,773 રન)નું નામ આવે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.