હાલમાં એક ફિલ્મી સ્ટોરી જેવો બનાવ સામે આવ્યો છે આ બનાવ વડોદરા નો છે જ્યાં એક યુવક ગુજરાતમાં રહેતી તેની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માંગતો હતો પણ યુવકને મોંઘી પડી જ્યારે તેની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી.
વાસ્તવમાં યુવકે તેની ગર્લફ્રેન્ડ માટે પાઈલટ બનવાનું ડ્રામા રચ્યું હતું, પરંતુ આ ડ્રામા લાંબો સમય ટકી શક્યો નહીં અને એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પાઈલટનો યુનિફોર્મ પહેરીને પાઈલટ તરીકે દેખાડવા બદલ એરફોર્સના જવાનોએ તેની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા યુવકની ઓળખ 20 વર્ષીય રક્ષિત મંગેલા તરીકે થઈ છે તે મૂળ મુંબઈના વિલે પાર્લેનો રહેવાસી છે.
મળતી માહિતી મુજબ રક્ષિત પાયલોટ બનવા માંગતો હતો, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેણે મુંબઈમાં જ એક ખાનગી સંસ્થામાં ગ્રાઉન્ડ સ્ટાફની ટ્રેનિંગ લીધી.
બીજી તરફ પ્લેનનો શોખ રાખનાર રક્ષિત ઈચ્છા પૂરી કરવા માટે પાયલોટ અને ફ્લાઈટની પાસે ઉભા રહીને ફોટો પડાવતો હતો તે આ જ તસવીરો છોકરીઓને મોકલતો હતો અને તેમને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ પણ કરતો હતો.
આવી તસવીરો બતાવીને રક્ષિતે અમદાવાદ, રાજકોટ અને મુંબઈ તેમજ નેધરલેન્ડમાં ચાર ગર્લફ્રેન્ડ બનાવી છે. આટલું જ નહીં, તે નેધરલેન્ડમાં રહેતી તેની ગર્લફ્રેન્ડ સાથે હવાઈ મુસાફરી કરવા માટે ફ્લાઈટ ટિકિટ પણ બુક કરાવતો હતો યુવતીઓને ઈમ્પ્રેસ કરવામાં માહેર રક્ષિતને જ્યારે ખબર પડી કે તેની એક ગર્લફ્રેન્ડ હાલ હૈદરાબાદમાં છે.
ત્યારે તે વડોદરા એરપોર્ટ પર આવ્યો હતો. તેણે તેની ગર્લફ્રેન્ડને મળવા હૈદરાબાદ જવાનું નક્કી કર્યું હતું, પરંતુ વડોદરા એરપોર્ટ પર જ રક્ષિતનો પર્દાફાશ થયો હતો. સુરક્ષા દળોએ તેને ત્યાં પકડી લીધો. તેને પકડી હરણી પોલીસને હવાલે કર્યો હતો.
વધુ વાંચો:શું મલાઈકા અરોરા અને અર્જુનનું બ્રેકઅપ થયું, હાલમાં અભિનેતા આ અભિનેત્રી સાથે છે ચર્ચામાં, જાણો કોણ છે…
CISFએ આ યુવક વિરુદ્ધ વડોદરા હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રક્ષિતની પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ યુવકે માત્ર તેની પ્રેમિકાને પ્રભાવિત કરવા માટે આવું કૃત્ય કર્યું હતું મળતી માહિતી મુજબ, યુવકે પોતાને પાયલોટ ગણાવીને ચાર યુવતીઓને પોતાના પ્રેમની જાળમાં ફસાવી હતી.
ત્યારબાદ હરણી પોલીસે આ યુવકને તેની તમામ ગર્લફ્રેન્ડને આ મેસેજ મોકલવા કહ્યું કે તે અસલી પાઈલટ નથી પોલીસ અને સુરક્ષા એજન્સીઓને યુવક પાસેથી કોઈપણ આતંકવાદી સંગઠન સાથે સંબંધિત કોઈ શંકાસ્પદ દસ્તાવેજ કે અન્ય માહિતી મળી નથી. આગળની કાર્યવાહી બાદ મોડી રાત્રે યુવકને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.