About the life of Phalguni Pathak

ગુજરાતની દાંડિયા ક્વીન કહેવાતી ફાલ્ગુની પાઠકની લાઇફસ્ટાઇલ અને પરિવાર વિષે જાણો, કમાય છે લાખો રૂપિયા…

Breaking News

કહેવાય છે કે કલાની ઉંમર નથી હોતી કલાને કાટ નથી લાગતો.ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઘણા એવા કલાકાર છે જે ઉંમરના એક પડાવ બાદ પર પોતાના કલા ક્ષેત્રમાં કાર્યરત હોય.

આવા જ એક કલાકાર છે ફાલ્ગુની પાઠક ગુજરાતની દાંડિયા ક્વીન કહેવાતી ફાલ્ગુની પાઠકનું નામ નવરાત્રી દરમિયાન ચારે બાજુ સંભળાવવા લાગતું હોય છે ગુજરાતીઓની નવરાત્રી તેમના ગરબા સાંભળ્યા વિના અધૂરી રહેતી હોય છે.

જો કે તેમને કરિયરની શરૂઆત ક્યારથી કરી અથવા તેમની આવક શું છે એ તો તમે જાણતા જ હશો પણ શું તમે એ જાણો છો કે ફાલ્ગુની પાઠક પાસે કઈ કાર છે તેમના પરિવારમાં કોણ છે. ફાલ્ગુનીનો જન્મ વર્ષ ૧૯૬૯માં મુબઈમાં થયો હતો તેમની ઉંમર ૫૫ વર્ષ છે.તેમને બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે ફાલ્ગુની ને નાનપણથી જ રેડિયો સાંભળવા નો શોખ હતો તેમને નાનપણમાં સ્ટેજ પર લૈલા ઓ લૈલા સોંગ ગાયું હતું .

પરંતુ ગુજરાતી પરિવારમાંથી હોવાને કારણે તેમના પિતા તેમના પર ગુસ્સે થયા હતા તે ઘરમાં ગરબા સાંભળતા હોવાથી તેમને ગરબામાં રસ જાગ્યો જે બાદથી તેમને પોતાના બેન્ડ ની શરૂઆત પણ કરી હતી.

વર્ષ ૧૯૯૪માં તેમને તા થૈયા નામના બેન્ડની શરૂઆત કરી હતી.જો કે વર્ષ ૧૯૯૮માં આવેલા આલ્બમ યાદ પીયા કી આને લગી થી તેમની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો હતો વાત કરીએ તેમની કમાણી વિશે તો તે એક શો માટે ૨૦-૨૫ લાખ રૂપિયા લે છે આશા ભોંસલે ઉષા ઉત્તપ તેમના ગમતા સિંગર છે ફાલ્ગુની પાઠકના પરિવારમાં તેમના પહેલા ૪ બહેન હતી.

વધુ વાંચો:સુરતના ડુમસ દરિયામાં એક મિત્રની સામે જ બીજો મિત્ર તણાયો, મચ્યો હાહાકાર…જાણો પૂરી ઘટના…

વાત કરીએ તેમની પાસે રહેલી કાર વિશે તો તેમની પાસે મર્સિડીઝ બેન્ઝ ઇ ક્લાસ કાર છે જેની કિંમત ૭૭.૨૫ લાખ રૂપિયા છે આ સિવાય બીએડબલ્યુ-૫ જેની કિંમત ૬૦ લાખ રૂપિયા છે વાત કરીએ તેમને ભાવતી વાનગીઓ વિશે તો ગુજરાતી હોવાને કારણે તેમને દાળ ઢોકળી ખૂબ જ ભાવે છે ઉપરાંત પાણીપુરી અને પિત્ઝા ખાવાના પણ શોખીન છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ગરબા માટે જાણીતી આ કલાકારે આ જ સુધી ક્યારેય ચણિયાચોળી પહેર્યા નથી.વાત કરીએ તેમના અંગત જીવન વિશે તો તેઓ અપરણિત છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *