દોસ્તો સુરતમાં લોકોને રવિવારની રજા મળતાં જ લોકોની પહેલી પસંદગી ડુમસના દરિયા કિનારે જવાની હોય છે મોટાં ભાગના લોકો પરિવાર અને મિત્રો સાથે મળીને ડુમસના દરિયાકિનારે જવાનો આનંદ માણે છે.
ત્યારે હાલમાં સુરતમાં ગત રવિવારે અને ફ્રેડશીપ ડે ના દિવસે માથા વિસ્તારમથી 5 મિત્રો ફરવા માટે ડુમસ બીચ પર ગણેશ મંદિર પાછળ નહાવા ગયેલા બે મિત્રો પૈકી એક મિત્ર લાપતા થયો હોવાનું સામે આવ્યું છે.
આ 5 માં જે મિત્ર સાથે દુઃખદ ઘટના બની છે જેમાં 13 વર્ષીય કિશોર પિયુષ સંજયભાઈ યાદવ અને 17 વર્ષીય સત્યમ ચૌહાણ દરિયામાં નાહવા માટે ઉતર્યા હતા દરિયામાં પાણી ફરી વળતા પિયુષ પાણીમાં તણાવા લાગ્યો હતો જ્યારે બીજો મિત્ર સત્યમ પાણીમાંથી બહાર આવી ગયો હતો.
આ ઘટનાની જાણ તથાજ એ વિસ્તારમાં શોકનો માહોલ ઊભો થયો હતો જ્યારે બીજા મિત્રોનો ચમત્કારીક બચાવ થયો હતો મોડી રાત સુધી ફાયર વિભાગવા જવાનો એ યુવકની શોધખોળ હાથ ધરી હતી તેમ છતાં યુવકનો કોઈ પત્તો ન હતો.
વધુ વાંચો:વીર જવાન મહિપાલસિંહ ને અંતિમ સંસ્કારમાં પત્નીએ ધાર આંસુ એ આપી વિદાય, વિડીયો જોઈ કાળજું કંપી જશે…
આ બનાવની જાણ થતા જ ફાયર ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી પિયુષ જ્યારે પાણીમાં નાહવા પડ્યો હતો તે સમેયે દરીયાની લહેરો ઉંચે સુધી ઉઠી હતી આ જોઈને બહાર બેઠેલા બીજા મિત્રોએ બૂમાબૂમ કરી દીધી હતી.
આ દરમિયાન સત્યમ ચૌહાણ ત્વરિત દોડીને બહાર આવી ગયો હતો, જો કે, પિયુષના કમર સુધી પાણી આવી ગયા હોવા છતાં તે પાણીમાંથી બહાર નીકળ્યો ન હતો તે દરિયાના પાણીમાં તણાઈ ગયો હતો.