ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડા બાદ ચોમાસાની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી હતી. હવામાન વિભાગ, અંબાલાલ પટેલ તેમન અશોક પટેલે પણ ચોમાસું શરૂ થવાની આગાહી કરી હતી અને આખરે 23 જૂનના રોજ અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે ગુજરાતમાં 24 કલાકમાં ચોમાસાની ધમાકેરદાર એન્ટ્રી થશે.
આખરે ગુજરાતમાં મેઘરાજનું જોરશોરથી આગમન થઈ જતા ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદ થયો હતો ગુજરાત ટેકના અહેવાલ પ્રમાણે અમેં આપને જણાવીશું કે આખરે ક્યાં ક્યાં શહેરમાં વરસાદ થયો છે અને આગામી 5 દિવસ ગુજરાતીમાં વરસાદને લઈને કેવી સ્થિતિ હશે? આ તમામ સચોટ માહિતી અમે આપને જણાવીશું.
ખરેખર ગુજરાતીઓ જે રીતે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા એજ રીતે આખરે મેઘરાજાનું આગમન થઈ ગયું છે ગઈકાલથી ગુજરાતમાં ચોમાસાની એવી ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ કે અનેક શહેરો પાણી પાણી થઈ ગયા. હાલમાં વરસાદ ની ધમાકેદાર એન્ટ્રીના કારણે હજુ આગામી 5 દિવસ વરસાદ થશે એવી હવામાન વિભાગ આગાહી.
આખરે વિધિવત રીતે ચોમાસુ ગુજરાતમાં શરૂ થતાં ખેડૂતપુત્રો પણ ખુશહાલ થઈ ગયા છે આખરે હવે ચોમાસું શરૂ થતાં હવે દિવસેને દિવસે અનેક શહેરોમાં વરસાદ શરૂ થશે તેમજ કુદરતી સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠશે.