ગુજરાતમાં વરસાદને એંધાણ આવી ગયા છે ઓગસ્ટ મહિનો કોરો રહ્યા બાદ સપ્ટેમ્બરમાં ધરાઈને વરસાદ જોવા મળી રહ્યો છે હવે ગુજરાતમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ આવ્યો છે બંગાળની ખાડીમાં લો પ્રેશર ઉદ્ભવવાના કારણે રાજ્યમાં ફરી સારા વરસાદની શક્યાઓ સેવાઈ રહી છે.
16 અને 17 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ફરી ભારે વરસાદની આગાહી હવામાન નિેષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. આજથી 3 થી 4 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે આ ચાર દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાજુ ભારે વરસાદની આગાહી છે તો છોટાઉદેપુર અને નર્મદામાં અતિભારે વરસાદની આગાહી છે.
તાપી, દમણ, અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છ આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરતમાં વરસાદની આગાહી છે. પાટણ, ખેડા. મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે તેમજ આ દિવસોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
વધુ વાંચો:મની લોન્ડરિંગ કેસમાં આવ્યું બિગબોસની આ અભિનેત્રીનું નામ, કર્યો 263 કરોડનો ગોટાળો, જુઓ કોણ છે…
હવામાન દિગ્ગજ અંબાલાલ પટેલે વરસાદ અંગે વધુ એક આગાહી કરી કે બંગાળના ઉપસાગર તેમજ અરબી સમુદ્રમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. તેથી 17થી 20 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન સાથે વરસાદ પડશે. આમ ભારે વરસાદની શક્યતાની અંબાલાલ પટેલે આગાહી કરે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.