હાલમાં જ ગુજરાત પર બીપોરજોય વાવાઝોડાનું સંકટ આવ્યું અને આ કારણે કચ્છ જિલ્લામાં ભારે નુકસાન થયું છે, જેમાં અનેક પુશુપાલકોએ પોતાના પશુઓ ગુમાવ્યાં છે તેમજ અનેક લોકોના ઘરને પણ નુકસાન પહોંચ્યું છે જ્યારે તાઉ તે વાવાઝોડું આવ્યું ત્યારે પણ અનેક લોકો ઘર વિહોણા થયા હતા અને આ વર્ષે જ્યારે બીપોરજોય વાવાઝોડું આવ્યું છે ત્યારે અનેક લોકો એ આર્થિક રીતે નુકસાન વેઠયું છે ખેડૂતોને પણ પાકનું નુકસાન થયું છે.
હાલમાં જ ગુજરાત રાજ્ય સરકાર તેમજ SDRFએ સહાય યોજના બહાર પાડી છે. વાવાઝોડાના કારણે રહેણાંકના કાચા/પાકા મકાનોને સંપૂર્ણ કે આંશિક નુકશાનના કિસ્સા બનેલા છે આ કારણે સહાય યોજના ભાર પાડવામાં આવી છે.
કપડાં અને ઘરવખરી સહાય:- SDRFના ધોરણો મુજબ કુટુંબદીઠ કપડાં સહાય તરીકે રૂ.૨,૫૦૦/- અને ઘરવખરી સહાય તરીકે રૂ.૨,૫૦૦/- એટલે કે કુલ રૂ.૫,૦૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂ.૭,૦૦૦/- (કુટુંબ દીઠ) કપડા અને ઘરવખરી સહાય તરીકે ચૂકવવાનું ઠરાવવામાં આવે છે.
મકાન સહાય:- સંપૂર્ણ નાશ પામેલ અથવા મોટું નુકશાન પામેલ રહેણાંકના કાચા/પાકા મકાન માટે SDRF માંથી રૂ.૧,૨૦,૦૦૦/-ની સહાય તેમજ આંશિક રીતે નુકશાન પામેલ પાકુ મકાન (ઓછામાં ઓછું ૧૫% નુક્શાન હોય તો જ મળવાપાત્ર) હોય તો SDRF માંથી રૂ.૬,૫૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી ૮,૫૦૦/- મળી કુલ રૂ.૧૫,૦૦૦/-ની સહાય જાહેર કરવામાં આવી છે.
વધુ વાંચો:જ્યારે કરીના કપૂરને બોબી દેઓલની પત્નીએ મારી હતી થપ્પડ, જાણો આખો કિસ્સો…
આંશિક રીતે નુકશાન પામેલ કાચુ મકાન (ઓછામાં ઓછું ૧૫% નુક્શાન હોય તો જ મળવાપાત્ર) હોય તો SDRF માંથી રૂ.૪,૦૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી ૬,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૦૦૦/-ની સહાય જાહેર કરવામાં આવી છે.
સંપૂર્ણ નાશ પામેલ કે આંશિક નુક્શાન પામેલ ઝુંપડાઓને SDRF માંથી રૂ.૮,૦૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી ૨,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૦૦૦/-ની સહાય જાહેર કરવામાં આવી છે.ઘર સાથે સંકળાયેલ કેટલ શેડને થયેલ નુકશાન માટે SDRF માંથી રૂ.૩,૦૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.૨૦૦૦/- મળી કુલ રૂ.૫,૦૦૦/-ની સહાય કરવામાં આવી છે. સહાય અંગેનો પરિપત્ર મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. શરતોને આધીન લાભાર્થીને સહાય આપવામાં આવશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.