હાલમાં જ ગુજરાતના પ્રવાસે ધીરેન્દ્ર શાસ્ત્રીજી પધાર્યા હતા અને સૌ ગુજરાતીઓએ હર્ષ, ઉલ્લાસભેર સાથે બાબાજીને આવકાર્યા હતા. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં બાબાજીએ દિવ્ય દરબારનું આયોજન કર્યું હતું હાલમાં ફરી એકવાર બાબાજી ગુજરાત પધાર્યા છે બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ગુજરાત શા માટે આવ્યાં આ અને કોને ત્યાં પધરામણી કરી તે અંગે વિગતવાર જણાવીએ.
ગુજરાતીઓ માટે એક ખુશ ખબર છે, હવે બાળજીના દર્શન કરવા જે ભક્તો રાજસ્થાનના મહેંદીપુર નથી જઈ શકે તેવા તમામ ભક્તો હવે વડોદરા શહેરમાં જ બલાજીના દર્શન કરી શકશે. આ કારણે જ ધીરેન્દ્ર શાસ્ત્રીજી વડોદરામાં નિર્માણ પામેલ બાલાજી ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી ખરેખર આ ક્ષણ ગુજરાતીઓ માટે દિવ્યતાથી ભરેલી છે.
આ એક દિવસની મૂલાકાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજી એક ઉધોગપતિના ઘરે નવચંડી યજ્ઞમાં હાજરી આપ્યા બાદ તેઓના જ ઘરે રાત્રી રોકાણ કર્યું હતું. વાઘોડિયામાં નિર્માણ નુમાનજીની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી. બાબા બાગેશ્વરની દર્શન કરવા લોકોની ભીડ ઉમટી પડી હતી.
વધુ વાંચો:શાદીશુદા હોવા છતાં ટીવી ઈન્ડસ્ટ્રીની આ મશહૂર અભિનેત્રી ક્યારેય માઁ બનવા નથી માંગતી, નામ જાણી થઈ જશો હેરાન…
ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ લોકોને સંબંધોતા કહ્યું હતું કે જે લોકો મહેણીપુર બાલાજીના દર્શન કરવા નથી આવી શકતા તેમના માટે અહીંયા વડોદરામાં દર્શન કરી શકશે.
ખાસ વાત એ કે બાબાએ કીર્તિદાન ગઢવી વિશે કહ્યું કે, કિર્તીદાન ગઢવી મારા જુના પાગલ છે, 6 વર્ષ પહેલાં અમે કેદારનાથમાં મળ્યા હતા. સૌથી ખાસ વાત એ પણ છે કે આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં કીર્તિદાન ગઢવી એ પણ રમઝટ બોલાવી દીધી હતી.