ગુજરાતના કચ્છની એક પોલીસ કોસ્ટેબલ મહિલાએ માનવતની એક એવી મિશાલ પુરી પાડી છે જેને સાંભળીને તમે પણ એમને સલામ કરશો કચ્છના એક મંદરીમાં મોરારી બાપુની રામકથા સાંભળવા ગયેલ એક વૃદ્ધ માજી બેહોશ થઈ ગયા.
ત્યારે મહિલા પોલીસ કર્મીએ વૃદ્ધ મહિલાની મદદ કરી મહિલા પોલીસ કર્મીએ રણની પ્રચંડ ગરમીમાં વૃદ્ધાને પાંચ કિલોમીટર પોતાના ખભા પર ચાલતા હેમખેમ ઘરે પહોંચ્યાડયા હતા મહિલાના આ સારા કામની ખુબ પ્રશંસા થઈ રહી છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહિલા પોલીસ કર્મીની પ્રશંસા કરી છે.
હકીકતમાં કચ્છના ભચાઉ તાલુકાના ધોળાવીરા ખાતે જુના ભંજડા દાદા મંદિરમાં મોરારી બાપુની રામકથા થઈ રહી હતી કથા સાંભળવા એક 86 વર્ષની મહિલા જઈ રહી હતી એ દરમિયાન તે બેહોશ થઈ ગઈ અને નીચે પડી ગઈ આ વાતની જાણકારી ત્યાં બંદોબસ્તમાં ફરજ બજાવી રહેલ વર્ષાબેન ઠાકોરને થઈ હતી.
તે દરમિયાન એમણે વૃદ્ધાને પાણી પીવડાવ્યું અને રણમાં ભીષણ ગરમીમાં 86 વર્ષના વૃદ્ધ માજીને ખભા પર ઉંચકીને સહી સલામત જગ્યાએ મોકલી આવ્યા હતા આ મહિલા પોલીસ અત્યારે કચ્છના રાપરમાં ફરજ બજાવે છે.
વધુ વાંચો:જાણો કોણ છે આ વાયરલ થઈ રહેલ આ લોકો, જેઓ હિન્દી ગીતો ગાઈને આટલા લોકપ્રિય થઈ રહ્યા છે…
વર્ષાબેન ઠાકોરનું મૂળ વતન બનાસકાંઠાના થરાદ તાલુકાના ઉંદરાણાના વતની છે જેમણે માનવતનો શ્રેષ્ઠ ધર્મ નિભાવીને એક મિશાલ પુરી પાડી છે મિત્રો વર્ષાબેનનું કામ પસંદ આવ્યું હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી.