શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી પર ભૂતકાળમાં યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. હવે આ મામલામાં અસિત મોદી અને અન્ય બે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. શોમાં મિસિસ સોઢીનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રીએ નિર્માતા પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
અસિતની સાથે જેનિફરે શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ અને ઓપરેશન હેડ સોહેલ રામાણી વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને હવે આ મામલે ત્રણેય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર પવઈ પોલીસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી ઓપરેશન હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ વિરુદ્ધ FIR નોંધી છે.
શોના કલાકાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જેનિફર મિસ્ત્રીએ અસિત પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો અને સોશિયલ સાઈટ પર વીડિયો દ્વારા પોતાની વાત શેર કરી હતી. હવે FIR નોંધાતાની સાથે જ અસિત પર ખતરાના વાદળો ઘેરાવા લાગ્યા છે.છેલ્લા કેટલાક સમયથી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચર્ચામાં છે.
વધુ વાંચો:18 ઇંચની લંબાઇ અને 18 કિલો વજન ધરાવતા આ બાબા થયા વાયરલ ! દર્શન કરવા લાગે છે લાખોની ભીડ…
શોના ઘણા કલાકારો અત્યાર સુધી પોતાની ફરિયાદ લઈને આગળ આવ્યા છે. ઈ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જેનિફરે જણાવ્યું કે માર્ચ 2023માં કામ કર્યા બાદ જ્યારે તેણે ઘરે જવાનું કહ્યું તો અસિતે તેને જવા દેવાની ના પાડી.
જ્યારે તેણે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો નિર્માતાએ તેને ધમકી આપી. આ પછી અભિનેત્રીએ નિર્માતા અને અન્ય બે લોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી. આ કેસ પછી ઘણા કલાકારોએ કામની સમસ્યાઓને લઈને ખુલાસો કર્યો હતો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.