આજકાલ કાર એ એક સામાન્ય જરૂરિયાત બની ગઈ છે.દરેક પરિવારમાં એક કાર જોવા મળતી હોય છે.દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે નાની તો નાની પણ તેની પાસે એક કાર હોવી જોઈએ.
જો કે વધતી મોંઘવારીમાં પરિવારનું માંડ પૂરું થતું હોય એવામાં કારનો વિચાર ઘણીવાર ઓછા બજેટને કારણે બાજુ પર મુકાઈ હતો હોય છે પરંતુ હવે તમારે તમારા વિચાર ને બાજુ પર મૂકી મનને મારવાની જરૂર નથી.આજે અમે તમને કેટલીક એવી કાર વિશે જણાવીશું જેનું બજેટ માત્ર ૪-૭ લાખ રૂપિયા છે.
સૌથી પહેલી કાર નિશાન મેગનાઇટ.ગ્લોબલ એંકેપમાં ૪ રેટિંગ મેળવનાર આ કાર ૪ સબમિટર વાળી કાર છે.તેમાં ૧.૦લીટર ટર્બો પેટ્રોલ એન્જિન છે જે બાદ ૭લાખ સુધીમાં ટાટા ટીઆગો કાર પણ ખૂબ જ સારી કાર છે.
આ કારમાં પેટ્રોલ એન્જિન ઉપરાંત કંપની તરફથી સીએનજી કીટ પણ ફીટ કરવામાં આવી છે.જો તમારા ઘરમાં સાત સભ્ય છે અને તમે કોઈ સારી કાર ૭લાખ રૂપિયા સુધીના બજેટમાં શોધી રહ્યા છો તો રેનોલ્ટ ટ્રાઈબર તમારા માટે બેસ્ટ છે.આ સેવન સીટર કારને ૪ રેટિંગ આપવમાં આવ્યું છે આ કારમાં ૧.૦ લીટર ૩ સિલેન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે.આ કાર દેખાવે પણ આકર્ષક છે.
વધુ વાંચો:જો વોટ્સએપમાં આવો મેસેજ આવે તો ભૂલથી પણ આ નાની ભૂલ ના કરતા, નહિતર પછતાશો…
આ સિવાય અન્ય કારની વાત કરીએ તો રેનોલ્ટની ક્વીડ અને કાઇગર પણ સારી કાર ગણી શકાય છે.કાઈગરમાં ૧.૦૮ લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવે છે.સાથે જ બંને કારને સેફ્ટી માં ૪ રેટિંગ આપવામાં આવ્યું છે.