મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોને રક્ષાબંધન પહેલા સરકારે મોટી ભેટ આપી છે. આજે કેબિનેટની બેઠકમાં ગેસ સિલિન્ડરના ભાવ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે સરકારે ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડીને મંજૂરી આપી છે, એટલે કે હવેથી તમને સસ્તામાં ગેસ સિલિન્ડર મળશે.
સરકાર તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો થશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેબિનેટ ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર દીઠ 200 રૂપિયાની વધારાની સબસિડીને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી સરકાર પર લગભગ 7500 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.
વધુ વાંચો:આ મશહૂર અભિનેતા એ બોલિવૂડ છોડ્યું! કહ્યું- આવા એક્ટર સાથે મારાથી કામ નહીં થાય…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.