મશહૂર પિઝાની બ્રાન્ડ લા પિનોઝ પિઝા અમદાવાદ જો તમે પણ પીત્ઝા, પ્રખ્યાત પિઝા આઉટલેટ્સમાંથી બર્ગર ખાવાનું પસંદ કરો છો અને તેનું સતત સેવન કરો છો તો હવે તેને ખાતા પહેલા તમે 100 વાર વિચારશો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અમદાવાદમાં વધુ એક પિઝા સેન્ટર સીલ કરવામાં આવ્યું છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો અમદાવાદ એલિસબ્રિજ વિસ્તારમાં ગુજરાત કોલેજની પાછળ આવેલા લા પિનોઝ પિઝા અમદાવાદમાં કેટલાક યુવકો પિઝા ખાવા ગયા હતા જ્યાં તેણે એક મોટો અને એક નાનો પિઝા ઓર્ડર કર્યો પિત્ઝા આવ્યા બાદ જ્યારે બોક્સ ખોલવામાં આવ્યું ત્યારે અચાનક તેમાંથી જીવડા બહાર આવવા લાગ્યા.
આ પછી યુવકે તેનો વીડિયો બનાવીને લા પિનોઝ પિઝા અમદાવાદના મેનેજરને જાણ કરી હતી રેસ્ટોરન્ટના સ્ટાફે માફી માંગી અને રિફંડ આપવાનું વચન આપ્યું પરંતુ આ પછી મહાનગરપાલિકા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવાનોએ અન્ય લોકોને જાગૃત કરવાના હેતુથી વીડિયો શેર કર્યો છે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વધુ વાંચો:બોલીવુડ ઈન્ડસ્ટ્રીને લાગ્યો મોટો ઝટકો, 3 ઈડિયટ્સ ફિલ્મના અભિનેતાનું 58 વર્ષની વયે નિધન, કિચનમાં પડી ગયા…
એક ગ્રાહકે પિઝા વિશે ફરિયાદ કર્યા બાદ ફૂડ ડિપાર્ટમેન્ટ (AMC) સક્રિય થઈ ગયું. બે ટીમો તાત્કાલિક કેન્દ્ર પર પહોંચી અને જ્યારે તેઓએ ત્યાં રસોડામાં તપાસ કરી તો ત્યાં પણ ઘણા જંતુઓ જોવા મળ્યા આટલું જ નહીં લોટમાં ઝીણો પણ હતો. હાલમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગ (AMC)ની ટીમે પિઝા સેન્ટરને સીલ કરી દીધું છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.