તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની ભૂમિકા ભજવીને તે વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે દિશા વાકાણીને કોઈ પરિચયની જરૂર નથી, તે તેના ઉત્તમ કોમિક ટાઈમિંગ અને રમુજી સંવાદોથી બધાને હસાવવા માટે પ્રખ્યાત છે.
આ દરમિયાન વર્ષો પછી દયાબેનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાના પરિવાર સાથે અશ્વમેધ યજ્ઞ કરતી જોવા મળી રહી છે. દિશા વાકાણી ઘણા સમયથી સ્ક્રીનથી દૂર છે. તે પોતાના અંગત જીવનમાં વ્યસ્ત છે લાંબા સમયથી દિશા વાકાણી ઉર્ફે દયાબેન તારક મહેતા માં તેના પુનરાગમન માટે સમાચારોમાં છે.
વધુ વાંચો:મોટી ખબર! બની શકે છે કે કોહલી IPL પણ ના રમે…ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દયાબેને સિટકોમમાંથી મેટરનિટી બ્રેક લીધો હતો. ત્યારથી ચાહકો શોમાં તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. ટીવી એક્ટ્રેસ તેના વાપસીના સમાચાર વચ્ચે ઘણી વખત જોવા મળી છે. તાજેતરમાં, આ શોના 15 વર્ષ પૂર્ણ થવા પર, અસિત મોદીએ ચાહકો સમક્ષ દિશા વાકાણીના કમબેકની જાહેરાત કરી હતી.
દયાબેનને ફરી એકવાર જોવા માટે લોકો ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન, અભિનેત્રી તેના પરિવાર સાથે અશ્વમેધ યજ્ઞમાં જોવા મળી હતી જ્યાં તેણે અનુભવ વિશે પણ વાત કરી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.