Ileana Dcruz blessed with baby boy

લગ્ન વગર જ માં બની બોલિવૂડની આ અભિનેત્રી; પુત્રનો ફોટો શેર કરીને બતાવ્યું અનોખું નામ…

Bollywood Breaking News

અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે પુત્રને જન્મ આપ્યો છે. અભિનેત્રીએ પોતે આ ખુશખબર તેના તમામ ચાહકો સાથે શેર કરી છે. ઇલિયાનાએ તેના નાના રાજકુમારનો ફોટો પણ આખી દુનિયાની સામે બતાવ્યો છે આ સાથે તેણે પુત્રનું નામ પણ જણાવ્યું છે. ઇલિયાનાએ પુત્રનું નામ કોઆ ફોનિક્સ ડોલન રાખ્યું છે.

ઇલિયાનાએ તેના પુત્રનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે બાળકની જન્મતારીખ પણ જણાવી છે. ઇલિયાનાએ જણાવ્યું કે તેણે 1 ઓગસ્ટ 2023ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો.

ઇલિયાનાએ આ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું, ‘અમે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી કે અમારા પુત્રનું આ દુનિયામાં સ્વાગત કરીને અમે કેટલા ખુશ છીએ. આપણું દિલ ભરેલું છે.

વધુ વાંચો:એક સમયે આ કાકા બેંગ્લોરની સારી એવી કંપનીમાં નોકરી કરતા હતાં, પરંતુ એવો સમય આવ્યો કે….જાણો આખી ઘટના….

હવે ઇલિયાનાને માતા બનવા અને જીવનના નવા તબક્કામાં પહોંચવા માટે ચાહકો અને સેલિબ્રિટીઝ તરફથી ઘણી શુભેચ્છાઓ મળવા લાગી છે. તેમની આ પોસ્ટ પર કમેન્ટ્સ સતત વધી રહી છે. થોડી જ મિનિટોમાં હજારો લોકોએ ઇલિયાનાને અભિનંદન પાઠવ્યા હતા.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *