હાલમાં ક્રિકેટમાંથી માઠા સમાચાર સામે આવ્યા છે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઉપરાંત કેએલ રાહુલ પણ ઈંગ્લેન્ડ સામે 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાનાર ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે બુમરાહને વર્કલોડ મેનેજ કરવા માટે આરામ આપવામાં આવ્યો છે.
જ્યારે રાહુલ સંપૂર્ણપણે ફિટ નથી અને હાલમાં NCAમાં રિહેબિંગ કરી રહ્યો છે બુમરાહની જગ્યાએ ફાસ્ટ બોલર મુકેશ કુમારને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રોહિત શર્માની ટીમ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. પ્રથમ મેચ ઇંગ્લેન્ડે જીતી હતી જ્યારે બીજી મેચ ભારતે જીતી હતી. ભારતે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ 434 રનના વિશાળ માર્જિનથી જીતીને 2-1ની લીડ મેળવી હતી.
હવે ટીમ ઈન્ડિયા રાંચીમાં મેચ જીતીને શ્રેણી જીતવા ઈચ્છશે. તે જ સમયે, ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ કોઈપણ કિંમતે શ્રેણી બરોબરી કરવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં ચોથી ટેસ્ટ ખૂબ જ કપરી હોવાની આશા છે.
વધુ વાંચો:કહાનીમાં નવો ટ્વીસ્ટ: સુરતની મોડલ તાનિયા આ ક્રિકેટર સાથે હતી પ્યારમાં, તેને છેલ્લો ફોન કર્યા બાદ આપઘા!ત…
ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), દેવદત્ત પડિકલ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગન પટેલ. સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.