બોલીવુડ ફિલ્મોમાં કિસિગ સીન હોવા એ કોઈ નવાઈની વાત નથી દર્શકોને આકર્ષવા માટે કિસિગ સીન ફિલ્મમાં મરી મસાલા જેવું કામ કરતા હોય છે અને આ જ કારણે બોલીવુડ ફિલ્મોમાં બને તેટલા વધારે કિસિગ સીન રાખવામાં આવતા હોય છે.
હાલમાં જ બોલીવુડની એક ફિલ્મમાં અભિનેતા અને અભિનેત્રી વચ્ચે ૧૦ ૧૨ નહિ ૯૭ કિસ બતાવવામાં આવી છે આ ફિલ્મનું નામ રાધે શ્યામ છે અને ૯૭ કિસ કરીને રેકોર્ડ બનાવનાર અભિનેતા બીજુ કોઈ નહિ પરંતુ સાઉથ અને બોલીવુડના જાણીતા અભિનેતા પ્રભાસ છે.
પાછલાં કેટલાંક વર્ષથી પ્રભાસની ફિલ્મ રાધે શ્યામની ચર્ચા ચાલી રહી હતી જે આખરે ૧૪ જાન્યુઆરી એ રિલીઝ થવા જઈ રહી છે જો કે ફિલ્મના રિલીઝ પહેલા જ આ ફિલ્મના અમુક સીનના ફોટા સામે આવ્યા છે જેમાં પ્રભાસ અને અભિનેત્રી પૂજા હેગડે વચ્ચે બોલ્ડ સીન જોવા મળી રહ્યા છે.
એટલું જ નહિ હાલમાં આ ફિલ્મનો એક ડાયલોગ પણ સામે આવ્યો જેમાં પૂજા અને પ્રભાસ પોતાની કિસ ગણી રહ્યા છે અને આ ડાયલોગ ના ભાગ રૂપે જ પ્રભાસ ૯૭ કિસ કરી હોવાનું કહી રહ્યો છે.
જો કે ખરેખર આ ડાયલોગનો જ એક ભાગ છે કે પછી ફિલ્મમાં ૯૭ કિસ કરવામાં આવી છે તે કહી શકાય નહિ.તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં પૂજા હેગડે અને પ્રભાસ સિવાય ભાગ્યશ્રી પણ જોવા મળ્યા છે.