દેશના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર હોવાનો રેકોર્ડ ધરાવતા ભૂતપૂર્વ ભારતીય ટેસ્ટ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું તાજેતરમાં નિધન થયું છે. દત્તાજીરાવ ગાયકવાડ 95 વર્ષના હતા ગાયકવાડનું નિધન વય સંબંધિત બિમારીઓને કારણે થયું હતું BCCIએ ગાયકવાડને શ્રદ્ધાંજલિ આપી છે.
દત્તાજીરાવ ગાયકવાડે તેમની 9 વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં ભારત માટે 11 મેચ રમી, જેમાંથી ચારમાં સુકાની હતા. 1952માં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરનાર દત્તાજીરાવ ગાયકવાડને 2016માં દીપક શોધનના નિધન બાદ ભારતના સૌથી વૃદ્ધ જીવિત ટેસ્ટ ક્રિકેટરનો ખિતાબ મળ્યો હતો. દીપક શોહધાનનું 87 વર્ષની વયે અવસાન થયું.
વધુ વાંચો:દીકરી ઈશા દેઓલના તલાક પર હેમા માલિનીએ આપ્યો આવો જાવાબ, કહ્યું- મને કઈ ફરક પડતો નથી હું મારી દીકરીને…
દત્તાજીરાવ ગાયકવાડ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડના પિતા છે. અંશુમન ગાયકવાડે 1975 થી 1987 વચ્ચે 40 ટેસ્ટ અને 15 વનડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. દત્તાજીરાવ ગાયકવાડે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 11 મેચમાં એક અડધી સદીની મદદથી 350 રન બનાવ્યા હતા. તેણે 1959માં ઈંગ્લેન્ડ સામેની ચાર મેચોની શ્રેણી દરમિયાન ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું.
ફોટો ક્રેડિટ:ગૂગલ
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.