IPL 2024 શરૂ થવાના એક દિવસ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ બધાને ચોંકાવી દીધા છે અને પોતાની કેપ્ટન્સી છોડી દીધી છે. CSKએ ટીમના યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને તેના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.
તમને જણાવી દઈએ કે ધોનીએ ગત સિઝનમાં ચેન્નાઈને પાંચમી વખત IPL જીતાડ્યું હતું અને હવે તેણે ગાયકવાડને ટીમની કમાન સોંપી છે. IPLની શરૂઆત પહેલા કેપ્ટન્સનું એક ફોટોશૂટ છે જેમાં ધોનીની જગ્યાએ ગાયકવાડ પહોંચ્યા હતા.
રુતુરાજ ગાયકવાડ 2020ની IPL સિઝનથી IPL ક્રિકેટમાં રમી રહ્યો છે. રુતુરાજ ગાયકવાડે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. છેલ્લા 2 વર્ષથી IPL સિઝનથી ઋતુરાજ ગાયકવાડને મહેન્દ્ર સિંહ ધોનીના ઉત્તરાધિકારી તરીકે ગણવામાં આવી રહ્યા હતા, પરંતુ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીએ ટીમના નવા કેપ્ટન તરીકે ઋતુરાજ ગાયકવાડના નામની સત્તાવાર જાહેરાત કરી છે.
આ પણ વાંચો:‘ડોલી ચાયવાલા’ની ટપરી પર આવી રશિયન ગર્લ, ફોટા પડાવતા ડોલી ભાઈ શરમાઈ ગયા, જુઓ વિડીયો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.