મિત્રો ટીવી સિરિયલ તારક મહેતા હવે પહેલા જેવી નથી રહી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સ અને જેનિફર મિસ્ત્રી ઉર્ફે રોશન ભાભી વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે વધી રહ્યો છે જેનિફર મિસ્ત્રીએ સીરિયલના મેકર વિશે નવા ખુલાસા કરી રહી છે જેનિફરે સીરિયલમાં નટ્ટુ કાકાનુ પાત્ર ભજવતા અભિનેતા ઘનશ્યામ નાયક વિશે મોટો ખુલાસો કર્યો છે.
જેનિફર મિસ્ત્રીએ હાલમાં જ આપેલા ઈન્ટરવ્યુમાં ઘનશ્યામ નાયક વિશે વાત કરી છે આ ઈન્ટરવ્યુમાં ઈમોશનલ જેનિફરે જણાવ્યું કે સીરિયલના મેકર્સે નટ્ટુ કાકાને પણ બક્ષ્યા નહીં અને તેમને માનસિક રીતે ખૂબ પરેશાન કર્યા.
ઈન્ટરવ્યુ દરમિયાન જેનિફરે તેના નાના ભાઈ ને યાદ કરીને ભાવનાત્મક રીતે કહ્યું મારા ભાઈની આત્મા મોનિકા ભદોરિયાની માતાની આત્મા અને નટ્ટુ કાકાની આત્માએ મને હિંમત આપી છે કે હું આની સામે અવાજ ઉઠાવી શકું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓ દ્વારા ખોટું કામ તમને જણાવી દઈએ કે ઘનશ્યામ હવે આ દુનિયામાં નથી તેમની જગ્યાએ કિરણ ભટ્ટ નટ્ટુ કાકાની ભૂમિકા ભજવે છે.
વધુ વાંચો:દિલીપ જોષી માટે આસન નહોતું તારક મહેતાના જેઠાલાલ બનવાનું સફર, જાણો તેમના જીવન સંઘર્ષ વિષે…
તાજેતરમાં જ અભિનેત્રી મોનિકા ભદોરિયાએ પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સ વિશે મોટો દાવો કર્યો છે મોનિકાએ કહ્યું હતું કે મેકર્સ આ સિરિયલની સ્ટાર કાસ્ટ સાથે કૂતરાઓ જેવો વ્યવહાર કરે છે મોનિકાએ એવું કહીને સનસનાટી મચાવી હતી કે આ સિરિયલના પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણીએ એક વખત ઘનશ્યામ નાયક સાથે દુર્વ્યવહાર કર્યો હતો જણાવી દઈએ કે નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક શરૂઆતથી જ આ સીરિયલનો ભાગ હતા.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.