બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ભાઈજાન એટલે કે સલમાન ખાન છેલ્લા કેટલાક દિવસોથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ ઓટીટીના કારણે ચર્ચામાં હતો અને હવે આ શો પૂરો થતાં જ સલમાન ખાને કંઈક એવું કર્યું છે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.
સલમાન ખાને પોતાનો લુક સંપૂર્ણપણે બદલી નાખ્યો છે પાપારાઝીએ ગઈકાલે રાત્રે સલમાન ખાનને જોયો હતો આ દરમિયાન ભાઈજાનના લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું સલમાન ખાનનું બાલ વગર ટાલવાળા લુકમાં જોવા મળ્યો હતા.
અભિનેતાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે ફોટો જોઈને ફેન્સ ચોક્કસથી પોતાના તરફથી અંદાજ લગાવી રહ્યા છે, પરંતુ કેટલાક લોકોએ સલમાન ખાનને ટ્રોલ પણ કર્યો છે વાસ્તવમાં, ગઈકાલે રાત્રે સલમાન ખાન બ્લેક શર્ટ અને જીન્સમાં પાપારાઝીના કેમેરામાં કેદ થયો હતો. આ દરમિયાન તેના બાલ્ડ લુકની ખૂબ ચર્ચા થઈ હતી.
વધુ વાંચો:Upcoming movie: ગદર 2 હિટ થતાં જ સની દેઓલે બોર્ડર 2 ને લઈને આપી ખુશખબરી…
સલમાન ખાનને નવા લૂકમાં જોઈને ફેન્સ નવી ફિલ્મ વિશે અનુમાન લગાવવા લાગ્યા છે. ઘણા લોકોએ દાવો કર્યો હતો કે હવે સલમાન ખાન ફિલ્મ ‘તેરે નામ 2’ લાવશે. આ ફિલ્મના પહેલા ભાગમાં સલમાન ખાનનો રાધે લુક અને પછી ટકલા લુક ખૂબ વાયરલ થયો હતો.
આ બધી વાતો વચ્ચે કેટલાક લોકોએ સલમાન ખાનની મજાક પણ ઉડાવી છે. એક યુઝરે સલમાન ખાનને વૃદ્ધ માણસનું ટેગ આપ્યું છે. અન્ય યુઝરે લખ્યું, ‘નવી આર્મી ફિલ્મ માટે લુક ટેસ્ટ થશે અન્ય યુઝરે લખ્યું, ‘ફરીથી હેર ટ્રાન્સપ્લાન્ટ. જો કે, હજુ સુધી આ લુક સ્પષ્ટ નથી થયો કે સલમાન ખાને આ નવો લુક શા માટે કરી લીધો છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.