Shami Yadav and Bumrah were all watching and this Paji went ahead

શમી, યાદવ અને બુમરાહ બધા જોતા રહ્યાં અને આ ‘પાજી’ નીકળી ગયો બધાથી આગળ ! કર્યો નવો રેકોર્ડ…

Breaking News

ક્રિકેટ ટીમ ઈન્ડિયામાં હવે પહેલાં જેવી સ્થિતિ નથી કે બોલરો શોધવા જઈએ તો ફાસ્ટ બોલર મળે નહીં હવે તો કાશ્મીરથી આવેલો નવો ઉમરાન મલિક છોકરો પણ 150 કિ.મી.ની સ્પીડનો બોલ હસ્તા રમતા નાંખી દે છે. ભારત પાસે હાલ વર્લ્ડ બેસ્ટ કહી શકાય એવા જસપ્રીત બુમરાહ અને મહોમ્મદ શામીની જોડી છે આ ઉપરાંત યાદવ અને અન્ય ફાસ્ટ બોલર્સ પણ આ કતારમાં સામેલ છે. ત્યારે આ બધાની વચ્ચે સૌથી અસરદાર સાબિત થયો સરદાર-પાજી.

IND vs IREની મેચમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ઈતિહાસ રચી દીધો. એટલું જ નહીં આ સાથે જ ભારત માટે T20Iમાં આવું કરનાર તે અત્યાર સુધીનો પ્રથમ ઝડપી બોલર બન્યો. અર્શદીપ સિંહ કરિયરના આંકડાઓ પર નજર કરીશું તો એ વાતનો પણ ખ્યાલ આવશે કે તેણે બીજા ખેલાડીઓની સરખામણીએ કેટલો ઝડપી ગ્રોથ કર્યો છે. તેના શાનદાર પ્રદર્શનને કારણે અર્શદીપ સિંહે 2023 એશિયા કપ અને 2023 વર્લ્ડ કપ માટે પણ દાવો કર્યો છે.

અર્શદીપ સિંહનો રેકોર્ડઃ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ઈતિહાસ રચી દીધો છે આયર્લેન્ડ સામે રવિવારે રમાયેલી બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં અર્શદીપ સિંહે એવો શાનદાર રેકોર્ડ બનાવ્યો છે, જેના માટે દુનિયાભરના બોલરો ઉત્સુક છે અર્શદીપ સિંહ આવું કરનાર ભારતનો પ્રથમ ઝડપી બોલર બની ગયો છે રવિવારે આયર્લેન્ડ સામે રમાયેલી બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી અને 4 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ લીધી.

અર્શદીપ સિંહે ઈતિહાસ રચ્યો- અર્શદીપ સિંહે આ સાથે ઈતિહાસ રચી દીધો છે. અર્શદીપ સિંહ હવે T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં ભારત માટે સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બોલર બની ગયો છે. અર્શદીપ સિંહે પોતાની 33મી T20 ઈન્ટરનેશનલ મેચમાં 50 વિકેટ પૂરી કરી લીધી છે. અર્શદીપ સિંહ ભારત માટે T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બોલર બની ગયો છે.

વધુ વાંચો:ટામેટા બાદ હવે ડુંગળીના ભાવમાં વધારો થવાની સંભાવના ! કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય…

બીજી તરફ ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો ભારત માટે સૌથી ઝડપી 50 T20 ઈન્ટરનેશનલ વિકેટ લેવાનો રેકોર્ડ ચાઈનામેન બોલર કુલદીપ યાદવના નામે છે. કુલદીપ યાદવે તેની 30મી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 50 વિકેટ પૂરી કરી.

ભારત માટે T20Iમાં આવું કરનાર પ્રથમ ઝડપી બોલર બન્યો- અર્શદીપ સિંહ હાલમાં 33 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 50 વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. યુઝવેન્દ્ર ચહલે તેની 34મી T20 ઈન્ટરનેશનલ મેચમાં 50 વિકેટ પૂરી કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જસપ્રીત બુમરાહે તેની 41મી T20 મેચમાં 50 વિકેટ પૂરી કરી હતી. ભારત માટે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ વિકેટ લેવાનો રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામે છે. યુઝવેન્દ્ર ચહલે ભારત માટે અત્યાર સુધીમાં સૌથી વધુ 96 T20 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે T20 ઈન્ટરનેશનલમાં 90 અને જસપ્રિત બુમરાહે 74 વિકેટ ઝડપી છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *