સાઉથના સુપરસ્ટાર નયનથારા અને વિગ્નેશ શિવન 8 જૂને તેમના લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે આ ખાસ અવસર પર વિગ્નેશે નયનતારા સાથેના કેટલાક રોમેન્ટિક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
આ તસવીરોમાં વિગ્નેશ અને નયનતારા એકબીજામાં ડૂબેલા જોવા મળે છે. આ રોમેન્ટિક તસવીરો સાથે વિગ્નેશએ લગ્નની પ્રથમ વર્ષગાંઠ પર પત્ની નયનતારા માટે પ્રેમથી ભરેલી પોસ્ટ લખી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.
વિગ્નેશએ ઈન્સ્ટાગ્રામના ઓફિશિયલ એકાઉન્ટ પર નયનતારા સાથેના ફોટા શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું તમે ગઈકાલે જ લગ્ન કર્યા હતા સિદ્ધાંત માત્ર પ્રેમ છે. બધાના પ્રેમ અને આશીર્વાદ સાથે અમે અમારા નવા જીવનની શરૂઆત કરી હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે.
વધુ વાંચો:આકાશ અંબાણી અને શ્લોકાની દીકરી નું અંબાણી પરીવાર માં કરાયું ભવ્ય સ્વાગત, જુઓ ખાસ તસવીરો…
હવે આવી ઘણી પળો સાથે વિતાવવાની છે આ સાથે વિગ્નેશ નયનતારાની વધુ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે આ તસવીરો શેર કરતા લખ્યું સાથે ઘણી ક્ષણો વિતાવી.ઘણા ઉતાર-ચઢાવ પણ જોયા પરંતુ જ્યારે તમે ઘરે પાછા આવો છો ત્યારે તમને ઘણો પ્રેમ અને ઘણી હકારાત્મક ઊર્જાનો અનુભવ થાય છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.