Stone pelted on a bus going on Abu-Ambaji road

રક્ષાબંધનની મોડી રાત્રે આબુ-અંબાજી રોડ પર જતી બસ પર થયો પથ્થર મારો, લોકોના જીવ અધ્ધર…

Breaking News

મા અંબાના દર્શન કરવા માટે ભક્તો દૂર-દૂરથી આવતા હોય છે અમુક પોતાના પર્સનલ વાહન લઈને તો ઘણા સાર્વજનિક વાહનોમાં મુસાફરી કરીને અંબાજી પહોંચે છે ત્યારે રક્ષાબંધનની મોડી રાત્રે પથ્થરમારાની ચકચારી ઘટના સામે આવી હતી.

આબુ રોડ પર રાજસ્થાન તરફથી આવતી ગુજરાત ટ્રાવલેસની ખાનગી બસ અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન પથ્થરમારો કર્યો હતો મુસાફર ભરેલી બસ અંબાજી આબુરોડ હાઇવે માર્ગ પરથી પસાર થઈ રહી હતી પથ્થરમારો કરતા બસના આગળના કાચનો જેરો થઈ ગયો હતો.

વધુ વાંચો:અમિતાભ બચ્ચન સાથે મમતા બેનર્જી એ મનાવી રક્ષાબંધન, રાખી બાંધવા આવી ‘દીદી’, જુઓ ફોટા…

જોકે ડ્રાઇવરના વખાણ કરો એટલા ઓછા સૂઝબૂજના લીધે તમામ મુસાફરોને સહી સલામત અંબાજી લવાયા હતા.ત્યાર બાદ બસ આગળના સફર માટે પ્રસ્થાન કરી હતી જોકે આ પથ્થરમારા દરમિયાન ઘા લાગતા ડ્રાઈવરને નાનીમોટી ઇજા પહોંચી હતી. દોડતી બસ પર પથ્થરમારો થવા લાગતા અંદર બેસેલા મુસાફરો ખુબ ડરી ગયા હતા અને ચીખો પાડતા હતા.

આબુ-અંબાજી રોડ ખાતે બસ પર પથ્થરમારો: સદનસીબે ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે  દુર્ઘટના ટળી | Stone pelting on bus at Abu-Ambaji road

photo credit: VTV Gujarati

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *