સાળંગપુરમાં આવેલી સારંગપુરના પ્રતિમાની નીચે પ્રદર્શિત કરાયેલી તસવીરોને લઈને વિવાદ સર્જાયો છે આને લઈને ચારેય બાજુલોકો ટીકા કરી રહ્યા છે કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી પ્રતિમાના ભીંચ ચિત્રો વિવાદમાં આવ્યા છે આ પ્લેટ જેવી તસવીરોમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને વંદન કરતા દર્શાવવામાં આવ્યા છે.
હવે આ મામલો વધુ ઉકળ્યો છે હવે બ્રહ્મ સમાજે પણ આ મુદ્દે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. સાથે જ હવે સાળંગપુર વિવાદમાં હિન્દુ ધર્મના પ્રતિષ્ઠિત મંદિરોના મહંતો પણ મેદાનમાં ઉતર્યા છે અને સૌ કોઈને મર્યાદામાં રહેવાનું સુચવ્યું છે.
ત્યારે વધુ એક લોકસાહિત્યકાર રાજભા ગઢવી એ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે રાજભા ગઢવી કહે છે કે સનાતન ધર્મ સામે ધૂળ ઉડાવવાની કોશિશ કરે છે સૂરજ સામે ધૂળ ઉડાવવાથી કંઈ થાય નહીં ઘરેથી બહાર નીકળે તો ખબર હોવી જોઈએ કે મારો ઇષ્ટ કોણ હનુમાન કોણ, શિવ કોણ, કૃષ્ણ કોણ, સંતોમાં હોય તો બજરંગદાસ બાપા, જલારામ બાપા બધા સંતોની ખબર હોવી જોઈએ.
વધુ વાંચો:આર્મીમાં ફરજ બજાવતા ખેડાના જવાન સાથે બની દુ:ખદ ઘટના, ટ્રેનમાંથી પડી જતાં થયું એવું કે પરિવારમાં સન્નાટો…
વધુમાં તેઓ જણાવે છે કે ભીંતચિત્રો તો કઢાવી નાંખીશું પરંતુ એમના ચિત્તચિત્રો પણ હટાવવા પડશે બિઝનેસ કરવો હોય તો ભગવાનને શું કામ આગળ લો છો. બિઝનેસ કરવો હોય તો હીરાનો કરો, બિલ્ડર બનો, ડોક્ટર-કલેક્ટર બનો. મહેનત વગરનું લાગતું હોય તો હીરાના બિઝનેસમેને પણ વિશ્વ સ્તરે ઘણાં નામ ઉજળા કર્યા છે.