હાલના સમયના અંદર અમુલની બ્રાન્ડની દરેક વસ્તુઓ ભારતમાં ગણી જગ્યાએ વેચાય છે જે આજે ખૂબ જ લોકપ્રિય બની ગયું છે પરંતુ હાલમાં આ વચ્ચે હવે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અમુલ બ્રાન્ડની આગવી ઓળખ બનાવનાર વ્યક્તિનું નિધન થયું છે.
સિલ્વેસ્ટર ડાકુન્હાએ 1966માં જીસીએમએમએફની માલિકીની બ્રાન્ડ અમૂલ માટે અટર્લી બટરલી ઝુંબેશની કલ્પના કરી હતી જેણે અમૂલ ગર્લને વિશ્વ સમક્ષ રજૂ કરી હતી અને તે આજ સુધી ચાલુ છે. જાહેરાત ઉદ્યોગના દિગ્ગજ સિલ્વેસ્ટર ડાકુન્હા, આઇકોનિક અમૂલ ગર્લ ઝુંબેશના નિર્માતા જેણે 1960 ના દાયકામાં શરૂઆત કરી હતી તેમનું નિધન થયું છે.
ડેરી પ્રોડક્ટ્સ કંપની અમૂલની અટર્લી બટરલી ગર્લ કેમ્પેઈન બનાવનાર સિલ્વેસ્ટરે 80 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ ટ્વિટ કરીને તેમના નિધનની માહિતી આપી હતી.
વધુ વાંચો:મુકેશ અંબાણીએ દીકરા અનંત અંબાણી માટે દુબઈમાં લીધું કરોડોનું આલીશાન ઘર, બુર્ઝ ખલીફાને પણ ટક્કર આપે, જુઓ ફોટા…
જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે મુંબઈમાં ડાકુન્હા કોમ્યુનિકેશન્સના ચેરમેન સિલ્વેસ્ટરના નિધનથી ખૂબ જ દુઃખી છું. સિલ્વેસ્ટર ડાકુન્હાએ 1966માં જીસીએમએમએફની માલિકીની બ્રાન્ડ અમૂલ માટે અટર્લી બટરલી ઝુંબેશની કલ્પના કરી હતી.
જેણે અમૂલ ગર્લને વિશ્વ સમક્ષ રજૂ કરી હતી અને તે આજ સુધી ચાલુ છે. સિલ્વેસ્ટર ડાકુન્હાનો પુત્ર રાહુલ ડાકુન્હા હવે તેના પિતાએ શરૂ કરેલી જાહેરાત કંપની સંભાળી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સિલ્વેસ્ટર ડાકુન્હાને શ્રદ્ધાંજલિ આપી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ’બ્રાયને સિલ્વેસ્ટરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને જાહેરાતના દિગ્ગજ ગણાવ્યા હતા.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.