The famous actress of Gujarati films got married

ગુજરાતી ફિલ્મો ની મશહૂર અભિનેત્રી એ કરી લીધા લગ્ન, હાલમાં તસ્વીરે ફેન્સના દિલ જીતી લીધા, જુઓ…

Breaking News

દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા કલાકારો લગ્ન કરી રહ્યા છે એ વચ્ચે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી એ લગ્ન કરીને નવા જીવનમા પ્રવેશ કર્યો છે.

શરણાઈઓ ના સાદ અને ઢોલ ના પડઘમ વચ્ચે ગુજરાતી ફિલ્મો હિન્દી સીરીયલો માં પણ દમદાર અભિનય થકી ખુબ જ લોકપ્રિયતા મેળવનાર ઈશા કંસારા એ ગુજરાતી જાણીતા સિગંર સંગીતકાર ગીતકાર સિદ્ધાર્થ ભાવસાર સાથે લગ્ન કરીને ઘર વસાવી લીધું છે ઈશા કંસારા અને સિદ્ધાર્થ ભાવશર ના લગ્ન ખુબ જ શાનદાર રીતે યોજવામાં આવ્યા હતા જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી ઘણા સેલિબ્રિટી ઉમટી પડ્યા હતા.

અભિનેત્રી દિક્ષા જોષી અને શ્રધ્ધા ડાગંર ની સાથે લોક ગાયિકા ભુમી ત્રિવેદી એ પણ ઈશા કંચારા ના લગ્ન માં મનમુકીને ડાન્સ કર્યો હતો રાત્રી દરમિયાન આ લગ્ન યોજવામાં આવ્યા હતા ઈશા ના લગ્ન માં અભિનેતા હાર્દીક સાંગાણી પણ હાજર રહ્યા હતા.

આ સિવાય અભિનેત્રી વ્યોમા નંદી અને ઈશાની દવે પણ આ ખાશ અવસર માં મેહમાન બનીને પધાર્યા હતા ઈશા કંસારા એ મુક્તિ બંધન એક નણંદ કી ખુશીઓ કી ચાવી મેરી ભાભી માય નેમ ઇસ લખન મેડમ સર જીદંગી મેરે ઘર આના જેવા ટીવી શો માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે.

વધુ વાંચો:કથાકાર જીગ્નેશદાદા ગુજરાતના મૂળ આ ગામના વતની છે, જાણો તેમનું જીવન અને પરીવાર સાથે ની સુંદર તસ્વીર…

તો મિજાજ દુનીયાદારી વાંઢા વિલાસ મિડ નાઈટ વિથ મેનકા અને પ્રેમ પ્રકરણ જેવી ગુજરાતી ફિલ્મો માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે ઈશા કંસારા અને સિદ્ધાર્થ ભાવશર ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ચાહકો આ જોડી ને લગ્ન ની શુભેચ્છાઓ પાઠવી ને તસવીરો પર પ્રેમ વરસાવતા જોવા મળે છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *