હાલમાં ભારત અને ખાસ કરીને ગુજરાતમાં લિવ ઇન રિલેશનશિપના કેસો સામે આવ્યા છે અને તેમા કરૂણ અંજામ પણ જોવા મળે છે અને પ્રેમિકા અને યુવક વચ્ચે હ!ત્યાના બનાવ પણ બને છે.
હાલમાં અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં રહેતા રવિકાન્ત ચૌહાણ નામના 29 વર્ષીય યુવકની હ!ત્યાનો બનાવ સામે આવ્યો છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી હોટેલ સર્ચ સ્ટોપના રૂમમાંથી રવિકાન્ત ચૌહાણનો મૃતદેહ મળી આવતા હોટલ સ્ટાફે પોલીસને જાણ કરી હતી.
પોલીસ ઘટના સ્થળે આવી તપાસ કરતા મૃતક રવિકાન્ત ચૌહાણ પાસે ભારતી શર્મા નામની યુવતી હોટેલ માં રોકાઈ હતી. જેના આધારે પોલીસે આરોપી ભારતીની પૂછપરછ કરી હતી. માહિતી મુજબ રવિકાન્ત અને ભારતી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. બન્ને વચ્ચે ઝઘડો થતા ભારતીએ દીવાલ પર રવિકાન્તનું માથું પછાડતા તેનું અવસાન થયું હતું.
વધુ વાંચો:બે હાથ અને પગ ગુમાવી દીધા બાદ પણ આ દીકરી જીવે છે આવી જિંદગી ! તેની મોટિવેશનલ સ્ટોરી જાણી રડી પડશો…
4 ઓગસ્ટના રોજ બંને હોટેલમાં પાર્ટી કરવા ગયા હતા. રાત્રીના સમયે કોઈ બાબતે બંન્ને વચ્ચે ઝઘડો અને મારામારી થઈ હતી. જેમાં રવિકાન્તનું દીવાલ માથુ ભારતી પછાડયું હતું જોકે હાલ પોલીસે આરોપી ની અટકાયત કરી હ!ત્યા પાછળના કારણને લઈને પૂછપરછ શરૂ કરી છે.
મૃતક રવિકાન્ત ચાર વર્ષ પહેલાં ભારતી શર્માના સંપર્કમાં આવ્યો હતો અને તેઓ વચ્ચે પ્રેમસંબંધ બધાંતર બંને લિવઈન રિલેશનશિપમાં રહેતા હતા. ચાર વર્ષ ના લીવઇન રિલેશન દરમ્યાન એક દીકરીને જન્મ આપ્યો હતો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.