ક્રિકેટ ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓએ વેસ્ટ ઈન્ડિઝમાં ડેબ્યૂ કર્યું હતું. કેટલાક ખેલાડીઓ આયર્લેન્ડ સામેની ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે તૈયાર છે. આ દરમિયાન હવે ખબર સામે આવી છે કે અનુભવી ઓલરાઉન્ડરે માત્ર 26 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે.
મળતી માહિતી મુજબ IPLમાં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહેલા ઓલરાઉન્ડર વનિન્દુ હસરંગાએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. લેગ સ્પિનરે શ્રીલંકા ક્રિકેટ બોર્ડને આ અંગેની માહિતી આપી છે અને બોર્ડે પણ તેનો સ્વીકાર કર્યો છે.
હસરંગાની ટેસ્ટ કારકિર્દીની વાત કરીએ તો તેણે 4 મેચમાં 4 વિકેટ ઝડપી અને અડધી સદીની મદદથી 196 રન બનાવ્યા. હસરંગાએ વનડે અને ટી-20માં ઓલરાઉન્ડર તરીકે કમાલ કરી છે. છેલ્લા 15 દિવસમાં 8 ક્રિકેટરોએ નિવૃત્તિની જાહેરાત કરી છે.
વધુ વાંચો:રાજકોટમાં વધુ એક યુવાનને આવ્યો હાર્ટએટેક, ભગવાનની પૂજા કરતાં કરતાં ઢળી પડ્યો, જાણો પૂરી ઘટના…
શ્રીલંકા ક્રિકેટે કહ્યું કે વાનિન્દુ હસરંગાએ 15 ઓગસ્ટે બોર્ડને ટેસ્ટ ક્રિકેટ છોડવાની જાણ કરી હતી. બોર્ડના સીઈઓ એશ્લે ડી’સિલ્વાએ કહ્યું કે અમે તેમનો નિર્ણય સ્વીકારીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે તે સફેદ બોલ ક્રિકેટમાં અમારી ટીમનો મહત્વપૂર્ણ ભાગ બની રહેશે. હસરંગાએ છેલ્લી ટેસ્ટ 2 વર્ષ પહેલા 2021માં રમી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 100થી વધુ વિકેટ ઉપરાંત તેણે 2600થી વધુ રન પણ બનાવ્યા છે. દુખદ વાત એ છે કે છેલ્લા 15 દિવસમાં 8 ક્રિકેટરોએ નિવૃત્તિની જાહેરાત કરી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.