એકતામાં ખૂબ જ તાકત હોય છે.એકતા થી કામ કરવાથી કામ ઝડપથી અને સારી રીતે પાર પડે છે એ વાત તમે અનેકવાર સાંભળી હશે પરંતુ ચીનમાં આવેલા એક ગામના લોકોએ આ વાત સાચી સાબિત કરી બતાવી છે.
ચીનના જિયાંગયિન શહેરની પાસે આવેલું હુઆઝી નામનું ગામ જે સામૂહિક ખેતીને કારણે આજે સૌથી ધનવાન ગામ બન્યું છે વર્ષ ૧૯૬૧માં વસાવવામાં આવેલા આ ગામમાં શરૂઆતમાં ગરીબ હતું .ગામની સ્થાપનાના એક વર્ષ બાદ અહીં કમ્યુનિસ્ટ પાર્ટી સંગઠનની રચના થઈ.
તેના અધ્યક્ષ વૂ રેનવાઓએ એક એવો કોન્સેપ્ટ ગ્રામીણોને આપ્યો કે બધુ બદલાય ગયું. તેમને ગામના લોકોને સામૂહિક ખેતી વિશે જણાવ્યું.લોકોએ વાત માની અને કામ શરૂ કર્યું જે બાદ વૂ રેનવાઓએ એક કંપની શરૂ કરી ગામના લોકોને તેમાં શેર હોલ્ડર બનાવ્યા.
ધીમે ધીમે શેરના ભાવ વધતા ગયા અને લોકોની કમાણી તો એટલી વધી કે દરેક પાસે કાર, મહેલ જેવા ઘર થઈ ગયા.આ ગામમાં આજે ફાઈવ સ્ટાર હોટેલ છે જેમાં રિસેપ્શન પર એક ટન સોનામાંથી બનાવેલ બળદ નું પૂતળું છે.
વધુ વાંચો:યુક્રેનની આ હસીના ના પાછળ પાગલ છે અનેક બિઝનેસમેન, મોટા ફિગરો જોઈ તમે પણ લટ્ટુ થઈ જશો…
ત્યાં સુધી કે હોટેલની ટાઇલ્સ માં પણ સોનું છે આ ગામમાં ૮૦ ટકા આવક ટેકસ ભરવામાં જાય છે તો વિચારી લો કે આ સુપર વિલેજની કમાણી શું હશે.અહી લોકોને મુસાફરી માટે હેલિકોપ્ટર પણ આપવામાં આવે છે.