મિત્રો અમુક લોકો તો વૃદ્ધાવસ્થામાં પણ લોકોને ભરપેટ ભોજન કરાવીને પેટ ઠારવાનું કામ કરતા હોય છે આ તેમની દાતારીને કારણે જ આ લોકો સમગ્ર ગુજરાત છવાય જતા હોય છે મિત્રો એક વૃદ્ધ માણસ કે જેઓ પોતાનું શરીર માંડ સાચવતા હોય અને આ જ સમયે કોઈ લોકોને ભોજન ખવડાવીને જઠરાગ્નિ ઠારવાનું કામ કરે તો સૌથી મોટી વાત કહેવાય.
ત્યારે આ માણસ ગરીબ લોકો માટે અન્નના દેવતા જ ગણાય, કારણ કે જે લોકો રોજે રોજનું કરતા હોય અને તેવા લોકોનું ભોજન આ દાદા પૂરૂ પાડતા હોય તો પછી તેઓ દેવદૂત જ માને. મિત્રો આવા જ એક દાદા છે જેઓ વૃદ્ધવસ્થામાં લોકોને ભરપેટ ભોજન આપી રહ્યાં છે, ત્યારે આ દાતાર માણસના વખાણ કરીએ એટલા જ ઓછા હોય.
તો આપણે આ દાદાની દાતારી અંગે જાણીશું કે તેઓ કેટલા સમયથી આ ભોજન આપી રહ્યાં છે સાથે એ પણ જાણીશુ તે આ સેવા કઈ રીતે પૂરી પાડી રહ્યાં તે અંગે પણ જાણીશું.
વધુ વાંચો:એક અનાથ બાળકે ઊભી કરી ૨૨ લાખ કરોડની કંપની, જાણો કોણ છે ગરીબ દેખાતું આ બાળક…
મિત્રો અમે જે અન્નદાતા એવા દાદાની વાત કરી રહ્યાં છીએ તેમનું નામ બચ્ચુદાદા પટેલ છે જેઓ છેલ્લા 40 વર્ષથી મોરબીમાં અન્નક્ષેત્ર ચલાવે છે દાદા જણાવે છે હું અને મારી પત્ની બંને મળીને આ સેવા કાર્ય કરતા હતાં પરંતુ જ્યારથી પત્નીનું અવસાન થયું ત્યારથી એકલો જ જાતે ભોજન બનાવીને જરૂરિયાતમંદ લોકોને માત્ર 20 રૂપિયામાં ખવડાવું છું.
દાદાએ અન્નક્ષેત્રની શરૂઆત કરી તે અંગે જણાવે છે કે પહેલા હું લોકોને જમવાનું આપતો તે લોકો મને હાથ ધ્રૂજતા ધ્રૂજતા પૈસા આપતા તો મને થયું કે આવા લોકો કે જેઓ મજુરી કરીને આવે તેની પાસેથી કેમ પૈસા લેવા એવો વિચાર આવ્યો હતો.
પછી મને એમ થયું કે આવા લોકો પાસેથી પૈસા ન લેવા જોઈએ તો કોઈ સારૂ આવે તેની પાસેથી લઈએ એટલે આપણો નફો ગરીબ લોકોમાં આવી જાય તેમાથી મારે શાકભાજીના થઈ જતું અને જો ક્યારેય અનાજ ખૂટી જાય તો કોઈ સેવાભાવી માણસ આવે તો ટેકો આપી જતા તો આવી રીતે રામ રોટલી ચાલતી થઈ.
દાદા જણાવે છે કે રોજ 150 લોકો આવી જાય છે 11 વાગ્યા સુધીમાં હું આવી જાઉ ત્યાં સુધીમાં 50 થી 60 લોકો તો આવી જાય છે મિત્રો આ દાદાના અન્નક્ષેત્રની ખાસ વાત તો એ છે કે કોરોના મહામારી દરમિયાન પણ રામરોટલી ચાલું જ હતીં અને દાદા એમ પણ કહે છે કે કો!રોના સમયે જે લોકો રોજનું કરતા હતાં તે લોકોનો રોજગાર છીનવાય ગયો હતો તેને હું એમ પણ કહેતો હતો કે તમે અહી આવીને મફતમાં જમી જાઓ અને ઘરે પણ લઈ જાઓ.
તો મિત્રો આ દાદાની દાતારી તો જુઓ કે કોરોના સમયે લોકોને બે ટાણાની રોટલી મેળવવી મુશ્કેલ હતી તે સમયે પણ આ દાદા રામરોટલી પૂરી પાડીને ગરીબ લોકોનું પેટ ઠારતા હતાં, ત્યારે આવા લોકોને ખરેખર સરકાર તરફથી સન્માન મળવું જોઈએ.