ટીવી શો વર્ષોથી ઘરોમાં મનોરંજનનો મુખ્ય સ્ત્રોત છે એક સમય એવો હતો કે જ્યારે શો માટે 1000 એપિસોડનો નિયમ હતો. જો કે, આજકાલ કેટલાક શો 100 એપિસોડ પૂરા કર્યા પછી બંધ થઈ જાય છે પરંતુ આ બધાની વચ્ચે એક એવો શો છે જેણે સેંકડો નહીં પણ હજારો એપિસોડ પાર કર્યા છે.
રસપ્રદ વાત એ છે કે તે ન તો અમિતાભ બચ્ચનનો ક્વિઝ શો KBC છે કે ન તો સલમાન ખાનનો બિગ બોસ છે કે ન તો ખૂબ જ લોકપ્રિય સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે. તો ચાલો જાણીએ કયો ભારતીય શો હજારો એપિસોડ પૂરા કરવાનો રેકોર્ડ ધારક છે.
જો આપણે એપિસોડની ગણતરી પ્રમાણે જઈએ, તો જર્મન એનિમેટેડ શ્રેણી સેન્ડમેનચેન 22000 એપિસોડ સાથે સૌથી લાંબી ચાલતી શ્રેણી છે. જો કે એક ભારતીય લાઈવ એક્શન શો છે જેણે 16000 એપિસોડ પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ શો ‘કૃષિ દર્શન’ નામનો કૃષિ શો છે. ખાસ વાત એ છે કે આ શો 1967માં દૂરદર્શન પર ટેલિકાસ્ટ થયો હતો.
56 વર્ષથી ટીવી પર આવી રહ્યું છે ‘કૃષિ દર્શન’ તેના 56 વર્ષના ટેલિકાસ્ટમાં, આ નોન-ફિક્શન શોના લગભગ 16700 એપિસોડ થયા છે. આ સાથે, તે ગાઇડિંગ લાઇટ (15,762 એપિસોડ) અને જનરલ હોસ્પિટલ (15,081 એપિસોડ) જેવી અમેરિકન સિરિયલોને પાછળ રાખીને વિશ્વનો સૌથી લાંબો સમય ચાલતો લાઇવ એક્શન ટીવી શો બની ગયો છે.
વધુ વાંચો:આ સસ્તા શેરે રોકાણકારોના ખિસ્સા ભર્યા, 1 લાખના રોકાણ પર 34 લાખનું રિટર્ન, જોઇલો…
જાન્યુઆરી 1967માં થયો હતો. તે દિલ્હીની આસપાસના 80 ગામોમાંથી પ્રસારિત કરવામાં આવ્યું હતું પરંતુ ટૂંક સમયમાં તે રાષ્ટ્રીય સ્તરે પ્રસારિત થયું હતું. શરૂઆતમાં તેને દિલ્હીના 80 ગામોમાં બતાવવામાં આવ્યું હતું બાદમાં આ ચેનલ ડીડી કિસાન પર ચાલી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.