ક્રિકેટમાં છેલ્લા 15 દિવસમાં 8 ક્રિકેટરોએ નિવૃત્તિ જાહેર કરી છે હવે ફરી એક પાકિસ્તાની ટીમના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર વહાબ રિયાઝે 16 ઓગસ્ટના રોજ ટ્વિટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગેની માહિતી ચાહકો સાથે શેર કરી હતી.
38 વર્ષીય વહાબે એ પણ કહ્યું કે તે હજુ પણ આખી દુનિયામાં યોજાનારી T20 લીગમાં રમવાનું ચાલુ રાખશે. વહાબે પાકિસ્તાન માટે 91 વનડે, 27 ટેસ્ટ અને 36 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.
વહાબ રિયાઝે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન ત્રણેય ફોર્મેટમાં કુલ 237 વિકેટ લીધી હતી. વહાબે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2020માં પાકિસ્તાની ટીમ વતી રમી હતી. ટી20 લીગની વાત કરીએ તો વહાબ આ વર્ષે માર્ચ મહિનામાં પાકિસ્તાન સુપર લીગમાં રમ્યો હતો.
વધુ વાંચો:ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચને લઈને બાગેશ્વર બાબા એ કહી દીધી એવી વાત કે વિડીયો થઈ રહ્યો છે વાયરલ…
આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાની સાથે વહાબે પોતાના નિવેદનમાં કહ્યું કે હું છેલ્લા 2 વર્ષથી મારી નિવૃત્તિની યોજના બનાવી રહ્યો છું કે વર્ષ 2023માં હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહીશ. પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવું મારા માટે ગર્વની વાત છે. હવે હું ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ.
photo credit: India Posts English(google)
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.