એશિયા કપની ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં, ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલ ઈજાના કારણે એશિયા કપ ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે અને તેના સ્થાને વોશિંગ્ટન સુંદરને બોલાવવામાં આવ્યો છે.
કોલંબોના આ મેદાન પર 17 સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. એશિયા કપની આ મહત્વની મેચ પર પણ સંકટના વાદળો છવાઈ રહ્યા છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે 17 સપ્ટેમ્બરે કોલંબોનું હવામાન કેવું રહેશે.
ટીમનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થયો છે અને તેના સ્થાને વોશિંગ્ટન સુંદરને બેકઅપ તરીકે બોલાવવામાં આવ્યો છે. ફિલ્ડરનો થ્રો સીધો તેના કાંડા પર અથડાતાં અક્ષરના હાથને ઈજા થઈ હતી.
વધુ વાંચો:સુરતમાં બની ગ્રીષ્મા હ!ત્યાકાંડ જેવી બીજી એક ઘટના, યુવકે જાહેરમાં પથ્થર વડે પ્રેમિકાના મોંઢાનો આકાર બદલી નાખ્યો…
કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનારી ફાઈનલ મેચ માટે વોશિંગ્ટન સુંદર ભારતીય ટીમ સાથે જોડાવા માટે તૈયાર છે. 23 વર્ષીય સુંદર ડાબા હાથથી બેટિંગ કરે છે અને ઓફ-સ્પિન બોલિંગ પણ કરે છે. જો કે તેને અંતિમ 11માં સ્થાન મળે તેવી શક્યતા ઓછી છે.
photo credit: Amar Ujala(google)
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.