મિત્રો આજે આપણે બજરંગબલીના ગડાને સ્પર્શ કરીને આશીર્વાદ મેળવવા વિષે આગળ વાત કરવાના છીએ કે કઈ રીતે હનુમાન દાદા બધાને જીવનને માલામાલા બનાવશે ચાલો આગળ તેના વિષે વાત કરીએ મહાબલી હનુમાન વિષે બે શબ્દો લખતા ખુબ આદર અને આનંદની લાગણી જણાય રહી છે.
જેમનું નામ ભારતની દરેક વ્યક્તિ ના જીભ ઉપર છે, જેમનું સ્થાન કરોડો લોકોના હૈયા વસે છે, જેના સ્થાનક દરેક જગાએ જોવા મળે છે, એવા મારા વહાલાની મજેદાર વાતોને પુરી જરૂર વાંચજો.હનુમાનજી બહુ મહાન છે.
અને હનુમાનજીના તમે પરમ ભક્ત છો પણ શક્તિ વિનાની ભક્તિ નબળી લાગે છે વાલા એટલે હનુમાનજી શક્તિમાન છે, એટલેજ મહાબલિના નામથી ઓળખાય છે. તેમનામાં જન્મથીજ અદભુત અને અનોખી શક્તિ છે.શિવજી ના અવતાર ગણાયેલા હનુમાનજી વાયુદેવના પુત્ર છે.
સર્વ સિદ્ધિઓના સ્વામી એવા હનુમાનજી ના અનેક ગણા પરાક્રમો એવા છે કે વિદ્વાનો પણ વાંચીને સ્તબ્દ થઇ જતા હોય છે. વિજ્ઞાનના વર્તમાન નિષ્ણાંતોને મન ઉલ્ટી કરાવી દે એવી તેમની અપાર, અનોખી અને અનન્ય સિદ્ધિઓ છે.
વિશાળ સમુદ્રને પાર કરી હનુમાનજી જ્યારે સીતામાતાની ભાળ લઈને પાછા આવ્યા, તે તેમની અનોખી અને અપૂર્વ સિદ્ધિ હતી. આમ તો યોગીઓને આઠ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે જેમાં છે અણીમાં, બીજી લઘીમાં, મહિમા અને ગરિમા વગેરે હનુમાનજીને તો જન્મથી જ મળ્યા હતા.
યાંત્રિક સાધન સિવાય આ પ્રકારની શક્તિ હનુમાનજીમાં અદભુત હતી કારણકે સ્વાભાવિક જીવનમાં એમની કાયા હળવીફૂલ રહેતી જ્યારે કોઈ તેમની શક્તિ પાન કરાવે અને તેમને પડકારે ત્યારે તેમનામાં અનોખી શક્તિ જાગૃત થઈ જતી હતી અને શરીરની બધી નસનાડી એટલે યાંત્રિક રૂપ ધારણ કરી લેતી હતી તેથી તે ઉડી શકતા.
હનુમાનજી પોતે વિશાળ પહાડ નું સ્વરૂપ ધારણ કરી શકતા અને મચ્છર જેવું નાનું સ્વરૂપ પણ ધારણ કરી શકતા બહારના દેખાવમાં તેમનું પૂંછ નાનું રહેતું તે ઇચ્છે ત્યારે એની લંબાઈ લંકા જેવા શહેર ને ભસ્મીભૂત કરવાની જેટલી લાંબી ધારણ કરી શકતા હતા અત્યાર સુધીમાં અનેક ભક્તો થઈ ગયા ઘણાએ પોતાની ઈશ્વરનો સાક્ષાત્કાર થયો હોવાનું કહ્યું છે ત્યારે હનુમાનજીએ પોતાનું હૃદય ચીરીને હૃદયમાં બિરાજતા શ્રી રામના દર્શન તે વખતે બધાને કરાવ્યા.
વધુ વાંચો:ગરીબીથી કંટાળીને માં એ પોતાની 8 મહિનાની નવજાત બાળકીને 800 રૂપિયામાં વેચી દીધી, બાદમાં બન્યું એવું કે…જાણો સમગ્ર ઘટના…
સમગ્ર સૃષ્ટિનો વ્યવહાર પંચતત્વો થી ચાલે છે તેમનું એક તત્વ વાયુ કે જે પવનપુત્ર હનુમાનજી હોવાથી તેમની કાયા હતું તે જ શક્તિ બ્રહ્માંડમાં કાર્યરત છે અને આ તત્વ પર શ્રી હનુમાનજીનું અંકુશ હતો એટલે તેઓ ઉડી શકતા. એટલું જ નહીં પણ સૂર્યને લાડુ સમજી કોળીયો કરી જવા તૈયાર થયા હતા, હનુમાનજીમાં વાયુ તત્વ હતું તે જ તત્વની બરોબરી નું હતું બ્રહ્માંડની શક્તિ રહેલી તેમની કાયા ભક્તિમય બની અને તેમાં શ્રી રામજીની શક્તિઓ કાર્ય કરવા લાગી.
બ્રહ્મચર્ય શક્તિની આવી અખંડતા અને આવી ચડતા માત્ર શ્રી હનુમાનજીને જ પ્રાપ્ત થઈ છે અને તેથી તેઓ ચિરંજીવ બન્યા છે, તેવી માન્યતા છે કે જ્યાં શ્રી રામકથા પારાયણો થાય છે તેઓ કોઈ ને કોઈ સ્વરૂપ ધારણ કરીને શ્રી હનુમાનજી પધારતા હોય છે અને તેથી રામપારાયણ ના મંડપમાં બાંધવામાં આવતી શ્વાસપીઠ પર આજે પણ હનુમાનજી માટે બેઠક ખાલી રખાય છે.
જે અનોખી શક્તિ રામાયણ ગ્રંથમાં શ્રી રામ ભક્ત હનુમાનજીએ પ્રાપ્ત કરી છે તેવી શક્તિ બીજા કોઈ ભક્તે હજી સુધી મેળવી નથી અને તેથી જ ભારતીય લોક હૃદયમાં શ્રી હનુમાનજીનું સ્થાન કાયમને માટે છે અને રહેશે, અમને શ્રદ્ધા છે કે આ ગ્રંથ પણ એવું સ્થાન પ્રાપ્ત કરશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.